પ્લેટફોર્મ પરથી મુસાફરના ભુલાયેલા પર્સને પરત સોંપ્યું રાજકોટ: ઉપલેટા રેલવે સ્ટેશન પર ગત શુક્રવારે કવીગુરૂ સુપરફાસ્ટ વિકલી ટ્રેનમાં જઈ રહેલા મુસાફરનું પૈસા અને અન્ય ચીજ વસ્તુઓથી ભરેલું પર્સ પ્લેટફોર્મ પર છૂટી ગયું હતું. આ છૂટી ગયેલ પર્સનો રેલવે કર્મચારી દ્વારા કબજો લઈ તેમની અંદર રહેલી વસ્તુઓ તપાસ કરતા તેમાંથી રોકડ રકમ તેમજ મુસાફરી માટેની ટિકિટ મળી હતી. જેના આધારે પર્સ માલિકના પરિવારનો સંપર્ક થયો હતો.
ટિકિટના આધારે પર્સ માલિકના પરિવારનો સંપર્ક:ઉપલેટા રેલવે સ્ટેશન પર પૈસા તેમજ મુસાફરી માટેની ટિકિટ સાથે મળી આવેલ પર્સની ઉપલેટા રેલવે સ્ટાફના પોઇન્ટસમેન સાગર અશોકભાઈ લાલકિયાએ તપાસ કરતાં ચાર હજાર જેવી રોકડ રકમ તેમજ ટિકિટ સહિતની વસ્તુઓ મળી આવી હતી. ઉપલેટા સ્ટેશન અધિક્ષક એચ.વી. દેસાઈને સોંપતા અધિકારી દ્વારા ટિકિટના આધારે અને ટેકનિકલ સોર્સ તેમજ ટીમ વર્કની મદદથી પર્સ માલિકના પરિવારનો સંપર્ક કર્યો હતો.
પર્સ તેમના પરિવારને સોંપી પ્રમાણિકતા દાખવી પર્સ માલિકે માન્યો આભાર: પરિવારના સંપર્ક કર્યા બાદ પર્સ માલિકના પરિવારના સદસ્ય ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ત્યારે ઉપલેટા સ્ટેશન અધિક્ષક એચ.વી. દેસાઈએ પર્સ માલિકના પરિવારના સભ્યની ખરાઈ કરીને પર્સ તેમજ તેમાં રહેલ રોડક અને અન્ય સામાન સહીસલામત પરત સોંપ્યો હતો. પર્સ માલિકના પરિવારના સભ્ય પ્રવીણભાઈ હરિભાઈ ઝાલાએ ઉપલેટા રેલવે સ્ટાફની પ્રમાણિકતાને બિરદાવી હતી તેમજ તેમના કીમતી સામાનને સહીસલામત માલિકને શોધીને પરત આપતા આભાર પણ વ્યક્ત કર્યો હતો.
શુક્રવારે ટ્રેન નંબર 12949 કવીગુરૂ સુપરફાસ્ટ વિકલી ટ્રેનમાં જઈ રહેલા મુસાફરનું પૈસા અને અન્ય ચીજ વસ્તુઓથી ભરેલું પર્સ પ્લેટફોર્મ પર છૂટી ગયું હતું. જેમાં પ્લેટફોર્મ પર આવેલ વ્યક્તિઓ આ પર્સ રેલવે ઓફિસમાં આપી ગયેલ હતા. પર્સ રેલવે સ્ટાફના કબજામાં આવ્યા બાદ ઉપલેટા રેલવે સ્ટાફમાં ફરજ બજાવતા પોઇન્ટસમેન સાગર લાલકિયાએ કબજામાં આવેલ પર્સની અધિકારી સામે તપાસ કરતાં તેમાંથી ચાર હજાર જેવી રકમ તેમજ ટિકિટ મળી હતી. જે બાદ ટિકિટની તપાસ કરતાં પર્સ માલિકનો સંપર્ક કરીને તેમણે પર્સ પરત સોંપી દેવાયું છે. - એચ.વી. દેસાઈ, ઉપલેટા રેલવે સ્ટેશનના સ્ટેશન અધિક્ષક
- Honesty of Bank Employee : શ્રમજીવી પરિવારનું નાણાં અને દાગીના ભરેલું પર્સ જડ્યું, બેંક કર્મીએ પોલીસની મદદથી પરત કર્યું
- Surat News: આને કહેવાય પ્રમાણિકતા, 8 મહિના બાદ સોનાની બે લંગડીઓ મૂળ માલિકને પરત કરી