રાજકોટ : ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી પોલીસ સહિતનો સ્ટાફ ઉપલેટા પો.સ્ટે. ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલી હકીકતના આધારે ઉપલેટા, ઢાંકની ગારી, ગિરનાર સોસાયટીમાં રહેણાંક મકાનમાથી જુગાર રમતા છ જુગારીની પોલીસે ધરપકડ કરી હતી.
ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા 6 જુગારીની ધરપકડ - બલરામ મીણા
ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમતા જુગારીને પકડીને કાદી વિસ્તારમાંથી રોકડા રૂ. 10,820/- અને મોબાઈલ નંગ- 3 કિંમત રૂ 13,500/- મળી કુલ મુદ્દામાલ 24,320 સાથે પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉપલેટા પોલીસ સ્ટેશન
જેમાં વિઠ્ઠલભાઈ ઉર્ફે કારાભાઈ મેઘજીભાઈ ડોલરા, અમૃતલાલ ભાણજીભાઈ જિંજુવાડીયા, હબીબ ઉર્ફે મુન્નો દીનમામદ સંઘવાણી, શૈલેષ ભનુભાઇ મકવાણા, નરેશભાઈ મગનભાઈ મકવાણા, ગાંડુંભાઈ ભીમજીભાઈ મોરવાડિયા સહિતની કાદી વિસ્તારમાંથી રોકડા રૂ. 10,820/- અને મોબાઈલ નંગ- 3 કિંમત રૂ 13,500/- મળી કુલ મુદ્દામાલ 24,320 સાથે પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.