રાજકોટ: ઉપલેટા શહેરના પંચહાટડી ચોકમાં રાત્રિ દરમિયાન જૂની અદાવતના મામલે શંકાએ ફાયરિંગ કરી બબાલ કરી હોવાનું સામે આવ્યું હતું. રાત્રિ દરમિયાન બબાલ કરીને ફાયરિંગ કરવાની આ ઘટનામાં પાંચ જેટલા વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે પણ ફરિયાદ નોંધી બનાવ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં એક નિર્દોષ અને જેને આ ઘટના સાથે કે આ વ્યક્તિઓ સાથે કોઈ લેવાદેવા નથી તેમણે પણ ગોળી લગતા તેમના પરિવારમાં પણ ચિંતા અને ભયનો માહોલ ફેલાયો છે. જોકે, સતત આઠ રાઉન્ડ ફાયર થતા વિસ્તારમાં સ્મશાન જેવી શાંતિ જોવા મળી હતી. યુદ્ધના ધોરણે પોલીસે ટીમ ઊતારીને સ્થિતિ કાબુમાં કરી છે
આ પણ વાંચોઃ Ujjain Husband Attack On Wife : પુત્રના મોહમાં પતિ બન્યો જુલમી, પત્ની પર કર્યો છરી વડે હુમલો
શું ફરિયાદ થઈઃઆ અંગે ઇજાગ્રસ્ત વ્યક્તિ અને ફરિયાદી જાવિદ ઉર્ફે જાવલો આમદ આમદ સંધવાણી (મિયાણા) દ્વારા કરવામાં આવેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, રાત્રિના અંદાજિત બે વાગ્યા આસપાસ તેઓ તેમના મિત્રની ગાડી લઈને ઉપલેટા શહેરના પંચહાટડી ચોકમાં આવેલ તાજ હોટલ ખાતે રાત્રિના ચા પીવા માટે ગયા હતા. ફરિયાદી તેમજ તેમના મિત્રો ચા પીતા હતા ત્યારે એક સિલ્વર કલરની એમ.જી. ગાડી આવેલ અને ગાડીમાંથી ઉતરેલા ઉપલેટાના દિલાવર ઓસમાણ હિંગોરાએ પોતાની પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. તેમનો ભત્રીજો સોયબ ઉર્ફે સોહીલ સલીમ ઇંગોરાએ પોતાની પિસ્તોલમાંથી તેમના ઉપર નિશાન તાકી જાનથી મારી નાખવા માટે ફાયરિંગ કરેલ હોવાનું જણાવેલ છે.
ઘા મારી દીધાઃફાયરિંગ આ ઘટનામાં ફરિયાદી બચવા માટે આમતેમ ભાગવા લાગ્યો હતો. એ સમયે ગાડીમાં આવેલ અકરમ દિલાવર હિંગોરાએ પોતાના હાથમાં લોખંડના પાઇપમાં ફીટ કરેલ લોખંડના ચક્કર વાળુ હથિયાર તથા મોસીન દિલાવર હિંગોરાના હાથમાં લોખંડનો પાઇપ તથા ચીખલીયા ગામનો સલીમ નુર મામલ દલના હાથમાં મોટા હાથાવાળો લોખંડનો પાઈપ લઈ ફરિયાદી તેમજ અન્ય વ્યક્તિઓ પર આડેતર ઘા માર્યા હતા. મારામારીના આ બનાવની અંદર ફરિયાદીએ પણ સામેના વ્યક્તિઓ પર પોતાના બચાવ અર્થે પાસે પડેલ વસ્તુઓ ઘાથી બચવાનો પ્રયત્ન કર્યો હતો. ભૂંડી ગાળો બોલી દિલાવર ઓસમાણે અને તેમની સાથે રહેલા વ્યક્તિઓએ ફરિયાદીને જીવતા રહેવા નથી દેવા. તેવું ફરિયાદીને કહીને ઘા મારવાના ચાલું રાખ્યા હતા.