રાજકોટ:જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના યુવક-યુવતી પ્રેમ લગ્ન બાદ પરણિત પતિ-પત્ની ઉપલેટા(Upleta double murder case) કામેથી આવ્યા હતા. ત્યારે તેમની છરી અને લોખંડના પાઈપના ઘા મારીને સરાજાહેર હત્યા કરવામાં આવી હોવાનું સામે(Murder after love marriage in Upleta) આવ્યું હતું. જેમાં પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીનું મોત થયું હતું. હત્યા બાદ મૃતક યુવકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ચક્રો ગતિમાન કરીને હાલ બે વ્યક્તિઓની અટકાયત કરીને વધુ પૂછતાછ અને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃDouble Murder Case Surat: સુરતમાં માતાપુત્રીની હત્યા કેસમાં કોર્ટ 7 માર્ચના આપશે ચુકાદો
ઉપલેટામાં ડબલ મર્ડર કેસ -આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હત્યાની ઘટના ઉપલેટા ખીરસરા ગામના અનિલ મનસુખ મહિડા ઉ.વ. 22 તેમજ અરણી ગામની રીનાબહેન સોમજી સીગરખીયા ઉ.વ.18 નામની મહિલાએ આજથી( Double Murder in Lovemarriage in Upleta)છ માસ પહેલા પ્રેમ લગ્ન કરેલ હતા. જેથી પ્રેમ લગ્ન બાદ અનેકો વાર નાના-મોટા ઝગડાઓ થતાં હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં છ માસ જેવા સમય વિતી ગયા બાદ ઉપલેટા શહેરની સતીમાની ડેરી પાસે બન્ને પરણિત પ્રેમીઓની છરી અને પાઈપ વડે જીવલેણ હુમલો કરવામા આવેલ હતો અને સરાજાહેર બન્ને પરણિતના મોત નિપજાવેલ હતા.