ગુજરાત

gujarat

ETV Bharat / state

Navratri 2023: નવયુગ ગરબી મંડળમાં ત્રિવેણી સંગમ, ભક્તિ- દેશ ભક્તિ અને પ્રાચીન રાસ એક જ મંચ પર

રાજકોટના ઉપલેટામાં ચાર દાયકાથી ચાલતી નવયુગ ગરબી મંડળમાં ભક્તિ અને દેશભક્તિના રાસ ગરબાઓ જોવા મળે છે. સાથે અહીંયા બાળકોની વેશભૂષા અને પ્રાચીન રાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. જુઓ ઉપલેટામાં નવરાત્રી પરંપરાની આ ગરબી અને તેમના રાસગરબાઓ અમારા આ વિશેષ અહેવાલમાં.

Navratri 2023: ઉપલેટામાં 45 વર્ષથી ચાલતી નવયુગ ગરબીમાં જોવા મળે છે માતાજીની ભક્તિ અને દેશ ભક્તિ, બાળકોની વેશભૂષા તેમજ પ્રાચીન રાસ આકર્ષણનું કેન્દ્ર
Navratri 2023: ઉપલેટામાં 45 વર્ષથી ચાલતી નવયુગ ગરબીમાં જોવા મળે છે માતાજીની ભક્તિ અને દેશ ભક્તિ, બાળકોની વેશભૂષા તેમજ પ્રાચીન રાસ આકર્ષણનું કેન્દ્ર

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2023, 12:59 PM IST

Updated : Oct 18, 2023, 1:09 PM IST

ઉપલેટામાં 45 વર્ષથી ચાલતી નવયુગ ગરબીમાં જોવા મળે છે માતાજીની ભક્તિ અને દેશ ભક્તિ

રાજકોટ: ઉપલેટા શહેરના નવયુગ ચોકમાં છેલ્લા 45 વર્ષથી ચાલતી નવયુગ ગરબી મંડળ એકમાત્ર એવી ગરબી છે કે જ્યાં માતાજીની આરાધના સાધનાની સાથે-સાથે ભક્તિ તેમજ દેશભક્તિ સાથે નાના ભૂલકાઓનો વેશભૂષાનો વિશેષ રાસ આસપાસના પંથકના કલાપ્રેમી અને ધર્મપ્રેમી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ગરબીમાં બહોળી સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટી પડે છે. જેમાં આ ગરબીનો ખાસ રાસ એટલે કે “કાળી દાંડીનો ડમરો” રાસ જોવા માટે આસપાસના પંથકના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે અને માતાજીની શક્તિના સાક્ષાત્કાર દર્શન કરતાં પણ નજરે પડે છે.

ઉપલેટામાં 45 વર્ષથી ચાલતી નવયુગ ગરબીમાં જોવા મળે છે માતાજીની ભક્તિ અને દેશ ભક્તિ

લોકોમાં આકર્ષણનું કેન્દ્ર:ઉપલેટા શહેરમાં છેલ્લા 45 વર્ષથી યોજવામાં આવતી આ ગરબીમાં ભાગ લેતી બાળાઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી કે કોઈ પણ પ્રકારની ભેટ માંગવામાં નથી. આવતી ઉપરાંત આ ગરબીમાં ભાગ લેતી બાળાઓને શૃંગાર, શણગાર તેમજ રાસ ગરબામાં પહેરવામાં આવતા પરંપરાગત કપડાઓ પણ ગરબીના આયોજકો દ્વારા આપવામાં આવે છે. એટલે કે ગરબીમાં ભાગ લેતી બાળાઓને કપડાં કે શૃંગારનો ખર્ચ નથી કરવો પડતો. જેથી આ ગરબીનું મહત્વ આસપાસના વિસ્તારના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં દરરોજ અલગ-અલગ પહેરવેશ અને બાળાઓ માટેના તમામ શૃંગારની પૂરતી વ્યવસ્થા ગરમીના આયોજકો દ્વારા કરવામાં આવે છે.

ઉપલેટામાં 45 વર્ષથી ચાલતી નવયુગ ગરબીમાં જોવા મળે છે માતાજીની ભક્તિ અને દેશ ભક્તિ

ગરબીનું સુંદર આયોજન: આ ગરબીની અંદર અત્યાધુનિક મ્યુઝિકના સંસાધનો નહીં પરંતુ પરંપરાગત ગરબીઓમાં વપરાતા વાજિંત્રો, પેટી, તબલા, ઢોલ, મંજીરા સાથે માતાજીની સાધના કરવામાં આવે છે. ગાયક કલાકાર દ્વારા ગરબાઓ ગાવામાં આવે છે. માતાજીની આરાધના, સાધના કરી આ ગરમીની બાળાઓને પ્રાચીન રાસ રમાડવામાં આવે છે. આ ગરબીની અંદર નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ છેલ્લા 45 વર્ષથી સ્વેચ્છાએ સેવા આપી આ ગરબીમાં પોતાના તન, મન, ધનથી માતાજીની સાધના, આરાધના અને ભક્તિ કરી ગરબીનું સુંદર આયોજન કરે છે.

ઉપલેટામાં 45 વર્ષથી ચાલતી નવયુગ ગરબીમાં જોવા મળે છે માતાજીની ભક્તિ અને દેશ ભક્તિ

અસૂરી શક્તિનો માતાજી દ્વારા વિનાશ: ઉપલેટા શહેરમાં છેલ્લા ચાર દાયકા કરતાં પણ વધારે સમયથી ચાલતી નવયુગ ગરબી મંડળની અંદર માતાજીની ભક્તિ અને આરાધના કરવામાં આવે છે. ઉપરાંત બાળકો દ્વારા દેશ ભક્તિનો પણ વિશેષ રાસ રજૂ કરવામાં આવે છે. સાથે જ નાના-નાના ભૂલકાઓ દ્વારા અલગ-અલગ વેષ ધારણ કરી વેશભૂષાનો પણ એક રાસ અહીં રજૂ કરવામાં આવે છે. ત્યારે આ ગરબીની અંદર વિશેષ રૂપે રમવામાં આવતા રાસ એવા “કાળી દાંડીના ડમરો” રાસને જોવા માટે લોકોના ટોળે-ટોળા એકઠા થઈ જાય છે. આ રાસની અંદર રાસ પૂર્ણ થયા બાદ કરવામાં આવતો હોય તેવો પણ એક રાસ રજૂ કરવામાં આવે છે. જેથી આ રાસ રજૂ થાય છે. ત્યારે લોકો માતાજીના સાક્ષાત દર્શન કરતા પણ નજરે પડે છે.

ઉપલેટામાં 45 વર્ષથી ચાલતી નવયુગ ગરબીમાં જોવા મળે છે માતાજીની ભક્તિ અને દેશ ભક્તિ
  1. Rajkot Navratri : રાજકોટમાં નવરાત્રી દરમિયાન સળગતી ઇંઢોણી અને મશાલ રાસ યોજાયો
  2. Navratri 2023 : સુરતમાં પ્રજ્ઞાચક્ષુ બાળકો ગરબે ઝુમ્યા, લોકો થયા અચંબિત
Last Updated : Oct 18, 2023, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details