રાજકોટઃરાજકોટમાં બે દિવસ પહેલા સદર બજાર વિસ્તારમાં આવેલા ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડ ઓફિસના જોઈને ડાયરેક્ટરે સીબીઆઇની રેડ બાદ પૂછપરછ દરમિયાન ઓફિસના ચોથા માળેથી આપઘાત કરી લેતા ચકચારમાંથી જવા પામી હતી. જ્યારે આ મામલે સીબીઆઇની તપાસ શરૂ હતી તે દરમિયાન ડાયરેક્ટરના ઘરેથી પૈસાની સગેવગે કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ G20 Meeting : ગાંધીનગરમાં પ્રથમ વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મીટિંગ યોજાશે
સીસીટીવ વાયરલઃ જેને લઈને હાલ સોશિયલ મીડિયામાં એક સીસીટીવી વિડીયો વાયરલ થયા છે. જેમાં જોઇન ડાયરેક્ટરના એપાર્ટમેન્ટના ફ્લેટ માંથી તેમની પત્ની રૂપિયા ભરેલો થયેલો નીચે ફેંકી રહ્યા છે. જોઇન ડાયરેક્ટરનો ભત્રીજો આ થયેલાને લઈને પકડી રહ્યો છે. તેમજ થેલો નીચે ફેકતા સમયે પોટલામાંથી પૈસાની ગડ્ડીઓ નીચે પડી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી વીડિયોમાં સામે આવી છે જેને લઈને ફરી એકવાર ગરમાવો આવ્યો છે.
રોકડ રૂપિયા મળ્યાઃ સીબીઆઇની ટીમ દ્વારા ફોરેન ટ્રેડની ઓફિસ ખાતે અને ઘર ખાતે તપાસ ચાલુ હતી તે દરમિયાન જોઈન ડાયરેક્ટર અધિકારી જે.એમ બીશ્નોઈના ઘરે તેમની પત્ની અને પુત્ર દ્વારા સીબીઆઇની રેડ હોવાની જાણ થયા બાદ રોકડ રૂપિયાઅને સોના ચાંદીની વસ્તુઓને સગેવગે કરવાની કામગીરી કરવામાં આવી હતી. જે ઘટનાના સીસીટીવી વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.