ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા

Unseasonal rain in Rajkot : હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં પણ ઠેર-ઠેર કમોસમી વરસાદ પડ્યો છે. જાણો સંપૂર્ણ વિગતો...

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Nov 26, 2023, 3:38 PM IST

કમોસમી વરસાદ

રાજકોટ : હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. જેમાં રાજકોટ જીલ્લામાં રાજકોટ શહેર, ગોંડલ, જસદણ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, પડધરી સહિતના તમામ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

કમોસમી વરસાદ

કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી :રાજકોટ જિલ્લામાં રવિવારે સવારે પડેલ કમોસમી વરસાદમાં ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ઘણા તાલુકાના અને ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પણ નોંધાયો છે. ત્યારે આ કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

કમોસમી વરસાદ

આ ધાન્ય પાકને નુકસાન થશે : કરા પડવાના કારણે શિયાળુ પાકને ભારે નુકશાની થવાની ચિતા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં હાલ ધાણા, ચણા, ઘઉં, જીરૂં, તેમજ ખેતરમાં પડેલા તૈયાર મોલમાં કમોસમી વરસાદથી નુકશાની થવાના એંધાણ સામે આવ્યા છે. ત્યારે શિયાળુ અને ચોમાસા બાદ તૈયાર થયેલ મોલ સહિતના પાકમાં નુકસાનીની ભીતિ સર્જાઈ છે.

કમોસમી વરસાદ

રાજકોટમાં કાશ્મીર જેવું વાતાવરણ જોવા મળ્યું : રાજકોટ શહેર અને જિલ્લામાં રવિવારે વહેલી સવારના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે આ તકે કેટલાક વિસ્તારોમાં થોડીવાર માટે સવારે જાણે રાત જેવું અંધારું જોવા મળ્યું હતું. રાજકોટ જિલ્લામાં રવિવારે સવારથી કમોસમી વરસાદ પડ્યો છે, જેમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે અને સાથે જ ઘણા વિસ્તારોમાં કરા પડતા લોકો કરા સાથે આનંદ માણતા પણ જોવા મળ્યા હતા.

  1. મોરબી અને વાંકાનેરમાં બરફના કરા સાથે તોફાની વરસાદ, સિરામિક ફેકટરીના પતરાં તૂટ્યાં
  2. ભરશિયાળે જામ્યું ચોમાસું; ગુજરાતના જિલ્લા બન્યા હિલ સ્ટેશન, ઠંડીમાં 4 ડિગ્રીનો થશે વધારો

ABOUT THE AUTHOR

...view details