ઘઉં, ચણા, ધાણા સહિતના પાકો પલળ્યાં રાજકોટઃ હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં રાજકોટમાં પણ આજે બપોરના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.ત્યારે આ વરસાદ ખેડૂતો માટે આફતનો વરસાદ બની ગયો હતો કારણ કે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જણસી વરસાદના કારણે પડી ગઈ હતી. ખાસ કરીને હાલ બેડી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, ચણા, ધાણા સહિતના પાકો હતાં જે ભારે વરસાદમાં પલળી ગયા હતાં.
પ્લાસ્ટિક ઢાંક્યાં થતાં જણસી પલળી ખુલ્લામાં પડેલો માલ :રાજકોટમાં બપોરે એક કલાકમાં અંદાજિત સવા ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરના રોડ રસ્તા પાણી પાણી થયેલાં જોવા મળ્યાં હતાં. કમોસમી વરસાદનું જોર એવું હતું કે વરસાદ આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતાં. રાજકોટમાં આજે બપોરના સમયે એક કલાકમાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના પગલે રાજકોટની ભાગોળે આવેલા બેડી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલો માલ પાણીમાં પલળી ગયો હતો.
આ પણ વાંચો Unseasonal Rain: રાજકોટ સહિતના જિલ્લાઓમાં માવઠાનો માર, ખેતિના પાકને ભારે નુકસાનની ભીતિ
યાર્ડ સંચાલકોની બેઠક : રાજકોટના બેડી માર્કિેટિંગ યાર્ડમાં ખાસ કરીને ઘઉં, ચણા અને ધાણા સહિતના પાકો ખુલ્લામાં પડ્યા હતાં અને તેની ઉપર પ્લાસ્ટિક ઢાંક્યું હતું. પરંતુ ભારે વરસાદ આવવાના કારણે આ પ્લાસ્ટિકની અંદર સુધી પાણી પહોંચી ગયું હતું. જેના કારણે ખેડૂતોની જણસી પલળી ગઈ હતી. જ્યારે ભારે વરસાદની આગાહીને પગલે રાજકોટ યાર્ડના સત્તાધીશોએ પણ મહત્વની બેઠક બોલાવી હતી અને કેટલું નુકસાન થયું છે તે તમામ વિગતો મેળવી હતી.
આ પણ વાંચો Unseasonal Rain: ભાવનગરમાં નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમા ભરાયા પાણી
મહત્ત્વનો નિર્ણય : હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં ભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે રાજકોટ બેડી યાર્ડ દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ખેડૂતોની ત્રણ જેટલી જણસી યાર્ડમાં લેવામાં આવશે નહીં. જેમાં ઘઉં, ચણા અને ધાણાનો સમાવેશ થાય છે. આ પાકો યાર્ડમાં ટોકન મારફતે લેવામાં આવતા હતા અને તેને ખુલ્લામાં રાખવામાં આવતા હતા પરંતુ આગામી દિવસોમાં ત્રણ દિવસ સુધી વરસાદની આગાહીને પગલે હવે યાર્ડના સત્તાધીશોએ આ મામલે બેઠક કરીને મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. જેના કારણે ખેડૂતોનો પાક વરસાદમાં પલળે નહીં અને નુકશાની વેઠવાનો વારો ન આવે.