રાજકોટમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે કોંગ્રેસનો અનોખો વિરોધ રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ રાજીનામા આપ્યા બાદ શહેર ભાજપમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. કોંગ્રેસ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પર ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. જ્યારે આજે રાજકોટ કોંગ્રેસ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઓફિસ ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઓફિસ ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
ગંગાજળ છાંટ્યુંઃ ગંગાજળ છાંટીને ઓફિસને શુદ્ધ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોને બે દિવસ પહેલા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા બોલવામાં આવ્યા હતા. ગઈકાલે એકી સાથે તમામ સભ્યોના રાજીનામા માંગી લેવામાં આવ્યા હતા. જેને લઇને ચકચાર મચી ગઈ હતી. આ મામલે રાજકોટ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અર્જુન અજુકિયાએ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યોના રાજીનામા લઈ લેવાની વાત એક સાબિત કરે છે કે, સમિતિના સભ્યોએ ભ્રષ્ટાચાર કર્યો છે.
આ પણ વાંચો Rajkot Crime : પૂરપાટ જતી કારને પોલીસે અટકાવતા ઘર્ષણ, ભાજપ અગ્રણીના પુત્ર એ કર્યો પોલીસ પર આક્ષેપ
17 લાખનો મામલોઃજ્યારે કોંગ્રેસ દ્વારા વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે નગર પ્રાથમિક સમિતિ દ્વારા દોઢ વર્ષ પહેલાં યુનિફોર્મ ખરીદી કરવામાં રૂ.17 લાખથી વધુનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. તેનું પગલું લેવામાં આવ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. દોઢ વર્ષ પહેલાં થયેલા ભ્રષ્ટાચાર ને નાથવો હોય તો ત્યારે ને ત્યારે જ ભાજપ દ્વારા આ કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ આ પ્રકારની કાર્યવાહી એવું લાગી રહ્યું છે કે, તારા નહિ મારા માણસો બેસસે અને આનાથી વધુ ભ્રષ્ટાચાર કરશે. જ્યારે હાલમાં નાની- નાની વસ્તુઓ ખરીદવા માટેના ટેન્ડર મનપા દ્વારા આપવામાં આવતા હોય છે. જે બહુમતીના જોરે પાસ કરવામાં આવે છે. જેમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે.
આ પણ વાંચો Rajkot BJP : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોએ રાજીનામા આપતા પ્રદેશ પ્રમુખે આભાર માન્યો
પ્રથમ ઘટના:જ્યારે રાજકોટ મનપાની સમિતિમાં એક સાથે 15 સભ્યોના રાજીનામું લેવામાં આવ્યા હોવાની ઘટના પ્રથમ વખત જ પ્રકાશમાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યોના રાજીનામા લેવામાં આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એવામાં રાજકોટ કોંગ્રેસ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે ગંગાજળ છાંટીને શ્લોક બોલીને શિક્ષણ સમિતિને પવિત્ર કરવાનો અનોખો કાર્યક્રમ અને વિરોધ યોજાયો હતો. આવનાર દિવસોમાં શિક્ષણ સમિતિના સભ્યો માટે ભાજપ પ્રદેશ શહેરમાંથી કોની નિમણૂક કરવામાં આવશે. તેના ઉપર હવે સૌ કોઈની નજર રહેલી છે.