એક જ નાણાંના બે વખત ટેક્સની બાબતને નાબૂદ કરવામાં આવે રાજકોટ: આગામી દિવસોમાં કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવાનું છે. ત્યારે આ બજેટને લઈને દેશભરમાં લોકીને ઘણી બધી આશાઓ અપેક્ષાઓ છે. એવામાં મોંઘવારીનો સામનો કરી રહેલી જનતાને પણ બજેટમાં જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ ઘટે તેવી રાહમાં છે. ત્યારે રાજકોટમાં પણ એન્જીનીયરીંગ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ સાથે ETV BHARAT દ્વારા ખાસ વાતચીત કરગમાં આવી હતી. જેમાં તેમણે પોતાની આશા આપેક્ષાઓ અને બજેટને લઈને મહત્વના સૂચનો કર્યા હતા.
અનેક આશા રાખી છે :રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશનના પ્રમુખ પરેશ વાસણીએ બજેટને લઈને જણાવ્યું હતું કે આગામી કેન્દ્ર સરકારના બજેટમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ પાસે અમે અનેક આશા રાખી રહ્યા છીએ. જેમાં ડાયરેક્ટર ટેક્સ અને ઇનડાયરેક્ટર ટેક્સ આ બન્ને બાબતો અંગે હું કહેવા માગું છું. ડાયરેક્ટર ટેક્સ એટલે ઈન્કમટેક્સમાં જે સ્લેબ છે ખુબ જ ઉંચા છે.
આ પણ વાંચો Budget 2023: ભાવનગરવાસીઓ અને ચેમ્બર ઓફ કોમર્સને બજેટથી અનેક અપેક્ષાઓ
એક વાર કમાયેલા પૈસાના બે વાર ટેક્સ ભરવાનો: વેપારી વાસણીએ વધુમાં ઉમેર્યું હતું કે અત્યારે 10,20 અને 30 ટકાનો સ્લેબ છે. આ ઉપરાંત જો પ્રાઇવેટ લિમિટેડ કે લિમિટેડ કંપની હોય તો એક વખત કંપની પાસેથી ટેક્સ લઈ લીધા પછી જ્યારે ડિવિડન્ડ સ્વરૂપે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. ત્યારે આ ડિવિડન્ડ જે તે વ્યક્તિના ખાતામાં જમા થાય તેની પર ફરી ઇન્કમટેક્સ લેવામાં આવે છે. જેને લઈને સરકારને વિનંતી છે કે એક જ નાણાંના બે વખત ટેક્સની બાબતને નાબૂદ કરવામાં આવે.
જીએસટીના સ્લેબને મર્જ કરવામાં આવે: યુવા ઉદ્યોગકાર જ્યારે આવનાર બજેટ અંગે યુવા ઉદ્યોગકાર અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના ઉપપ્રમુખ એવા યશ રાઠોડે ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટમાં છેલ્લા ત્રણ વર્ષથી અમારી સત્તત સરકારને રજુઆત રહી છે કે જે 12 ટકા અને 18 ટકાના જીએસટીના સ્લેબ છે તેમાં 75 ટકા જેટલી વસ્તુઓ કવર થઈ જાય છે. જેના કારણે આ બે સ્લેબને મર્જ કરીને 15 ટકા કરવામાં આવે તેવી અમારી ઘણા ટાઇમથી રજૂઆત છે.
આ પણ વાંચો AMC Transport Service budget: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું બજેટ થયું જાહેર, શહેરની જનતાને મળશે આ નવા લાભ
ડિફરન્સ ગેપ છે તે સરકાર પાસે ક્રેડિટ જ પડ્યો રહે છે : તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે આજે એક ઉદાહરણ તરીકે જોઈએ તો પતરાની કે કોઈ પણ રો મટીરીયલ ખરીદીએ તો તે 18 ટકામાં છે અને એનું વેચાણ 12 ટકામાં છે. જેના કારણે આ 5થી 6 ટકાનો ડિફરન્સ ગેપ છે તે સરકાર પાસે ક્રેડિટ જ પડ્યો રહે છે. જેના નાના ઉદ્યોગોની મૂડી રોકાયેલી રહે છે. આના માટેે અમે વારંવાર સરકારને રજૂઆત કરી છે.