રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહમાં (Saurashtra University Graduation Convocation)હાજરી આપવા માટે આવેલ રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ(Education Minister Jitu Waghani) કેન્દ્રીય બજેટ(Union Budget 2022 ) અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે બજેટમાં તમામ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. અગાઉની કૉંગ્રેસ સરકારના બજેટમાં માત્ર(Announcement in the budget of the Congress government) જાહેરાત થતી કામો નહોતા થતા તેવું પણ તેમને જણાવ્યું હતું.
તમામ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા
શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ બજેટ (Union Budget 2022 ) અંગે જણાવ્યું હતું કે હાલમાં કેન્દ્રીય બજેટ રજૂ થયું છે જે અંગેના વિશ્લેષણ બાદ તેની ઝીણવટ ભરી માહિતી સામે આવશે પરંતુ હાલમાં આ બજેટની વાત કરીએ તો બજેટને કેન્દ્ર સરકાર દ્વારા તમામ વર્ગને ધ્યાનમાં રાખીને બનાવમાં આવ્યું છે. જેમાં ગામડાઓ અને મેટ્રોસિટીના વિકાસની જોગવાઈઓ જોવા મળી રહી છે. ખેડૂતો, પેન્સનરો સહિતના તમામ વર્ગના સમજના લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બજેટને હું આવકારું છું.