હાલ ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર-6 અને ભુતનાથ મંદિર વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના માથાનો દુખાવો બની છે. ભૂગર્ભ ગટરની ચેમ્બરો હંમેશા પાણીથી છલકાતી રહે છે. જેથી સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભૂતનાથ મંદિર તથા સ્મશાનનો રસ્તો તથા આજ વિસ્તારમાંથી નીકળતા ત્યાં રહેતા લોકોને તકલીફો પડી રહી છે.
ધોરાજીમાં ભૂગર્ભ ગટર છલકાતાં ગંદકીનું સામ્રાજ્ય, લોકો પરેશાન - dirt flooding
રાજકોટઃ જિલ્લાના ધોરાજી શહેરમાં 5 વર્ષ પહેલા બનાવેલી ભૂગર્ભ ગટર યોજના હાલ લોકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. મનફાવે તેમ ધોરાજીનાં રોડ-રસ્તાનું ખોદકામ કરી નાખ્યું છે અને યોગ્ય આયોજન કર્યા વગર ભૂગર્ભ ગટર યોજના ધોરાજીમાં નાંખી દેવામાં આવતા આ સમસ્યા સામે આવી છે.
dhoraji
ભૂગર્ભ ગટરમાં ઉભરાતું પાણી મુખ્ય માર્ગ પર ફળી વળે છે અને ગંદકીનું સામ્રાજ્ય ખડકાયેલુ જોવાં મળે છે. આ મુદ્દે જવાબદાર તંત્રને અનેક વખત રજુઆત કરવા છતાં, તેનું નિરાકરણ આવતું નથી. કોન્ટ્રાક્ટરો કે, જવાબદાર તંત્ર થુંકનાં સાંધા કરીને વેઠ ઊતારી ચાલ્યા જાય છે અને કાયમીની સમસ્યા ઉભી રહે છે.