રાજકોટઃ જેતપુરમાં હિટ એન્ડ રનનો(Jetpur hit and run )બનાવ સામે આવ્યો છે. જેમાં નકલંક આશ્રમ રોડ પર બેકાબૂ કારે ફૂટપાથ પર ( Accident in Jetpur) બેસેલા બે યુવાનને કચડી નાખ્યા હતા. વિધિની વક્રતા તો જુઓ કે લોકો એમ્બ્યુલન્સની રાહ જોઈ રહ્યા હતા. બન્ને ઈજાગ્રસ્ત યુવાનો મૃત્યુ સામે ઝઝૂમી રહ્યા હતા અને એમ્બ્યુલન્સ આવ્યા બાદ બન્નેને (Two youths killed in hit and run) સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બન્નેનું મૃત્યુ થયુ ત્યારે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
આ પણ વાંચોઃયુવતીએ બાઇક સવારોને ટક્કર મારી, કાર ચાલક યુવતી ફરાર
હિટ એન્ડ રનનો બનાવ -અકસ્માત અંગેની પ્રાપ્ત વિગત પ્રમાણે, જેતપુરના નકલંક આશ્રમ રોડ પર ફૂટપાથ પર બેઠેલી બે વ્યક્તિને એકકાર ચાલકે કચડી નાખી હતી. કાર પૂરપાટ વેગે આવી હતી અને કારચાલકે પહેલા બે બાઇકને ટક્કર મારી હતી. બાદમાં ફૂટપાથ પર બેઠેલી બે વ્યક્તિને કચડી નાખ્યા હતા. કારની સ્પીડ એટલી હતી કે અકસ્માત બાદ બાજુના ખેતરમાં પલટી મારી ગઈ હતી. બનાવ બાદ પોલીસે કારચાલક યુવકની ધરપકડ કરી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારને પણ ખૂબ નુકસાન થયું છે. કારના આગળના ભાગના ફુરચા ઊડી ગયા હતા. ઇજાગ્રસ્તોને 108 ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃRajkot Car Accident: ગોંડલ શહેરમાં પૂરપાટ ઝડપે જતી કારે વૃદ્ધ વ્યક્તિનો લીધો ભોગ, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ
કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી -અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ 23 વર્ષીય નિખિલ દિનેશભાઇ ઘેલાણી અને 24 વર્ષીય હાર્નીસ રાજેશ કુમાર મેરને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બન્ને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાથી બાદમાં તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જૂનાગઢ સારવાર દરમિયાન નિખિલ ઘેલાણીનું મોત થયું છે. જ્યારે હાર્નીસને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું પણ સારવારમાં મોત થયું હતું. હાલ જેતપુર પોલીસે આરોપી કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.