ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot news: રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં બે યુવાનોના હાર્ટએટેકના કારણે મોત - બે યુવાનોના હાર્ટએટેકના કારણે મોત

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં બે યુવાનોના હાર્ટએટેકના કારણે મોત થયા છે. રેસકોર્સ મેદાનમાં સવારે ટેનિસ બોલથી ક્રિકેટ મેચમાં બેટિંગ દરમિયાન યુવકનું હાર્ટ ફેઇલ થઇ જતા મોત થયું હોય તેવી ઘટના સામે આવી છે. બીજા બનાવમાં મારવાડી કોલેજમાં ગઇકાલે સાંજે 7.30 વાગ્યા આસપાસ ફૂટબોલ રમતો વિદ્યાર્થી ગોલ પૂરો કરે એ પહેલાં ઢળી પડ્યો હતો. બાદમાં તેને હોસ્પિટલ ખસેડાતાં ડોક્ટરે હાર્ટ-એટેકથી મોત થયાનું જાહેર કર્યું હતું.

two-youths-died-of-heart-attack-in-last-24-hours-in-rajkot
two-youths-died-of-heart-attack-in-last-24-hours-in-rajkot

By

Published : Jan 30, 2023, 2:00 PM IST

રાજકોટ:હાલ રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. એવામાં હાર્ટએટેકના કારણે યુવાનોના મોત વધી રહ્યા છે. રાજકોટમાં પણ છેલ્લા 24 કલાકમાં બે અલગ અલગ જગ્યાએ યુવાનોના હાર્ટએટેકના કારણે મોત થયાની ઘટના સામે આવી છે. જેમાં રેસકોર્સ મેદાનમાં ટેનિસ બોલથી ક્રિકેટ મેચમાં બેટિંગ દરમિયાન યુવકને હાર્ટએટેક આવ્યા બાદ મોત થયું છે. જ્યારે બીજા યુવાનું મારવાડી કોલેજમાં ફૂટબોલ રમતા યુવાનનું પણ આ જ પ્રકારે મોત થયું છે.

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં બે યુવાનોના હાર્ટએટેકના કારણે મોત

રેસકોર્સમાં ક્રિકેટ રમતા યુવાનું થયું મોત:સમગ્ર ઘટનાની વાત કરીએ તો શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો રવિ વેગડા નામનો યુવક રવિવારે સવારે તેના મિત્રો સાથે રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો. આ સમયે રવિને બેટિંગ દરમિયાન ટેનિસનો બોલ લાગતાં તેને ઇજા થઇ હતી અને શ્વાસ ચડવા લાગ્યો હતો. ઇજાગ્રસ્ત થયો હોવા છતાં તે 22 રન બનાવી તે આઉટ થયો હતો. ત્યારબાદ કારમાં બેઠા બેઠા તેને છાતીમાં દુઃખાવો થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સારવાર દરમ્યાન તેનું મોત થયું છે. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે રવિ મોબાઇલના કવરનો વેપાર કરતો હતો અને તેને બે સંતાન છે, ક્રિકેટ રમતા રવિની જિંદગીની ઇનિંગ પૂરી થઈ ગયાના સમાચાર મળતાં પરિવારજનોએ કરેલા આક્રંદથી ગમગીની છવાઈ હતી.

આ પણ વાંચોPaper leaked Case:ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળું, 13 પેપર ફૂટ્યા બાદ સરકાર હવે ગૃહમાં કાયદો લાવશે

ફૂટબોલ રમતા યુવાન થયો બેભાન:જ્યારે બીજા બનાવમાં મૂળ ઓરિસ્સાના વતની અને હાલ મોરબી રોડ પર આવેલી મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા 20 વર્ષના વિવેકકુમાર ભાસ્કરનું ગઈકાલે સાંજના સમયે મારવાડી કોલેજના કેમ્પસમાં મિત્રો સાથે ફૂટબોલ રમતો હતો. ફૂટબોલ રમતા રમતા તે ગ્રાઉન્ડમાં બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. તેને તુરંત જ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જો કે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં બે યુવાનોના હાર્ટએટેક આવતા મોત થયાની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચોMahatma Gandhi 75th Death anniversary: આજે મહાત્મા ગાંધીની 75મી પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ મુર્મુ, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

ઠંડીથી આધેડનું મોત: રાજકોટ શહેરમાં ઠંડીને કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. શહેરના ગોકુલધામ આવાસના ક્વાર્ટર નંબર 92માં રહેતા શૈલેષભાઈ ભટ્ટ (ઉં.વ.49)નું મોત થયાનું સામે આવ્યું છે. રાત્રિના સમયે ઘરમાં દરવાજો બંધ કરી સૂતા હતા ત્યારે પરિવારજનો દ્વારા ફોન કરવામાં આવ્યો હતો. ફોન ન ઉપાડતાં રૂબરૂ જોતાં અંદર શૈલેષભાઈનો મૃતદેહ જોવા મળ્યો હતો, જેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ઠંડીથી મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરમાં એક આધેડનું ઠંડીથી અને 2 યુવાનના હાર્ટ-એટેકથી મોત થયા હોવાનું સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details