ધોરાજી: શહેરના સુધરાઈ કોલોની વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બપોરના સમયે સુધરાઈ કોલોની વિસ્તારમાં બી.આર.સી ભવન પાસે મોટરસાઈકલ પર બે અજાણ્યા શખ્સો આવી એક શ્વાન પર બંદૂક વડે ફાયરીંગ કર્યું હતું.
ધોરાજીમાં શ્વાન પર અજાણ્યા બે શખ્સોએ કર્યું ફાયરિંગ, શ્વાનનું મોત - Sudharai Colony in Dhoraji
ધોરાજીમાં સુધરાઈ કોલોની વિસ્તારમાં બી.આર.સી ભવન પાસે શ્વાન પર અજાણ્યા બે શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. શ્વાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ધોરાજી પોલીસ ઘટના સ્થળે પહોંચીને આસપાસના CCTV ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી હતી.
ધોરાજીમાં સુધરાઈ કોલોની વિસ્તારમાં શ્વાન પર અજાણ્યા બે શખ્સોએ કર્યું ફાયરીંગ
બાઈક પર આવેલા બે વ્યકિત ઘટના બાદ ફરાર થઈ ગયા હતા. શ્વાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ધોરાજી પોલીસ ઘટના સ્થળે પહોંચીને આસપાસના CCTV ફુટેજના આધારે તપાસ કરવામાં આવી હતી. ઘટનાને પગલે આજુ બાજુમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.