ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં ઘરકામ બાબતે બે બહેનો ઝઘડી, એકનો આપઘાત, એક સારવાર હેઠળ - આપઘાત

રાજકોટઃ શહેરના રેલનગરમાં બે સગી બહેનો વચ્ચે ઘરકામને લઈને માથાકૂટ થતા એક બહેને આપઘાત કર્યો છે. જ્યારે, બીજી બહેને પહેલા માળની બાલ્કનીમાંથી પડતું મૂક્યું છે. સમગ્ર બનાવમાં મોટી બહેન મોતને ભેટી જ્યારે, નાની બહેન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રાજકોટમાં ઘરકામ બાબતે બે બહેનો ઝઘડી, એકનો આપઘાત-બીજી સારવાર હેઠળ, ETV BHARAT

By

Published : Aug 17, 2019, 4:13 PM IST

રાજકોટના રેલનગર વિસ્તારમાં અવધ રેસિડન્સીમાં રહેતા વાલ્મિકી પરિવારની બે બહેનો ઘરકામ બાબતે ઝઘડી પડી હતી. જે દરમિયાનમાં મોટી બહેન સેજલ નૈયાએ એક રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે, તેની નાની બહેન કાજલ ઘરના પહેલા માળની બાલ્કનીમાંથી છલાંગ લગાવી હતી.

આ સમગ્ર ઘટનામાં મોટી બહેન સેજલનું મોત થયું છે. જ્યારે, નાની બહેન કાજલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલામાં પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. રાજકોટમાં ઘરકામ જેવી સામાન્ય બાબતમાં વાલ્મિકી પરિવારની યુવાન દીકરીનું મોત થવાથી અરેરાટી જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details