રાજકોટ:ધોરાજીમાં રાત્રિના કાર અને બાઇક અથડાતાં અકસ્માત સર્જાયો હતો. ઉપલેટા રોડ પર રોયલ ગર્લ્સ સ્કુલ પાસે આવેલ પાણીના ટાંકા પાસે કાર અને બાઇક ધડાકાભેર અથડાયા હતા. જેમાં બે વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે અન્ય બે યુવાનોને ગંભીર ઇજા થતાં તેઓને સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બે યુવાનોના મોતના પગલે ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે. આ બનાવ અંગેની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Rajkot News: ધોરાજી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બેના મોત - undefined
રાજકોટના ધોરાજીમાં કાર અને બાઇક અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે.
Published : Nov 3, 2023, 7:33 PM IST
કેવી રીતે બની ઘટના:ધોરાજી ખાતે ઉર્ષના મેળામાં આવેલ ઉપલેટાના ગુલાબહુશેન જલાલભાઇ માણસીયા અને સાહીલભાઇ અશરફભાઇ કચ્છી મેળામાંથી પરત ઉપલેટા જતા હતા. ત્યારે કાર સાથે બાઇક અથડાતા અકસ્માત થતા અભિષેક ભીખાભાઇ ગોસ્વામી ઉ.વ.24 ને રહેવાસી સનાળા અને ગુલાબહુશેન જલાલભાઇ માણસીયા ઉ.વ.50 રહેવાસી ઉપલેટા અને મુળ વાંકાનેર વાળાને ગંભીર ઇજાઓ થતા તેમના કરૂણ મોત થયા હતા. તેમજ અન્ય બે યુવાનો અફજલ હનીફ કુરેશી ઉ.વ.25 રહેવાસી સોળવદર તેમજ અન્ય એક સાહીદ અશરફ કચ્છી ઉ.વ.25 ને ઇજાઓ થતા તેઓને રીફર કરાયા હતા.
આ અકસ્માતની જાણ થતા માનવ સેવા યુવક મંડળના કાર્યકર્તાઓએ દોડી આવી પોતાની સેવાઓ બજાવી હતી. આ બનાવમાં મુસ્લિમ હાઇસ્કુલના શિક્ષકે જીવ ગુમાવતા હાઇસ્કુલના ટ્રસ્ટીઓ સ્ટાફ અને આરીફભાઇ નાયાણી, આમદભાઇ, અશરફભાઇ ડાંડી, રમીરભાઇ પટેલ, જુબેરભાઇ દરાર, અનીશભાઇ સહિતના ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવેલ હતા અને મરણ જનાર ગુલાબહુશેનને બે પુત્રો હોવાનું જાણવા મળેલ છે અને વાંકાનેરના વતની છે. એક શિક્ષકનું અવસાન થતાં ઘેરા શોકની લાગણીઓ વ્યાપી હતી.