રાજકોટ:રાજકોટમાંથી વધુ એક વખત રાંધણ ગેસના બાટલામાં ગેરકાયદે રિફિલિંગ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. જ્યારે મામલે રાજકોટની કુવાડવા પોલીસે બે ઈસમોની ધરપકડ કરી છે. તેમજ રાંધણ ગેસ ભરેલા 37 જેટલા બાટલા સહિત કુલ ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ રાજકોટમાં ગેરકાયદેસર રીતે તેમજ માનવ જિંદગી જોખમાય તે રીતના ગેસના રાંધણ ગેસના બાટલામાંથી રિફિલિંગ કરવાની ઘટના સામે આવ્યા બાદ ચકચારમાંથી જવા પામી છે.
Rajkot Crime: ગેસના બાટલામાં 'ગોલમાલ', ગેરકાયદે રિફિલિંગ કરતા બે ભેજાબાજ ઝડપાયા - crime News
રાજકોટમાં રાંધણ ગેસના બાટલામાં ગેરકાદે રિફિલિંગ કરતા બે ઈસમો ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. એક બાજુ રાંધણ ગેસના બાટલાના ભાવમાં વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ આ ઈસમો માનવ જિંદગી સાથે ખેલી રહ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે તેઓ પોતાની જાતે બાટલાઓમાં ગેસ ભરતા હતા.
"શહેરના કુવાડવા રોડ ઉપર તરઘડીયા ગામ નજીક ભારત ગેસની નંદ ગોપાલ એજન્સીનું ગોડાઉન આવેલું છે. આ ગેસ એજન્સીના ગોડાઉનમાં કેટલાક શખ્સો દ્વારા રાંધણ ગેસના બાટલામાંથી ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવામાં આવી રહ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે અહીંયા દરોડો પાડ્યો હતો. તેમજ અહીંયા ગેસના બાટલાઓ પણ મળી આવ્યા હતા. ઘટનાને લઈને પોલીસે પુરવઠા અધિકારી અને તોલમાપ અધિકારી ઘટના સ્થળે બોલાવ્યા હતા. ત્યારબાદ ગેસના બાટલામાં તપાસ કરવામાં આવી હતી. આ ગેસના બાટલામાંથી ગેસનું રિફિલિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે બે ઇસમોની તાત્કાલિક ધરપકડ કરી હતી-- જે આર દેસાઈ ( કુવાડવા પોલીસ ઇન્સ્પેક્ટર)
પોલીસે કરી ધરપકડ: કુવાડવા પોલીસે ગેરકાયદેસર રાંધણ ગેસ રિફિલિંગ મામલે દેવાભાઈ ઉર્ફ ચનો મોમાભાઈ બાંભવા અને ભરતભાઈ નારણભાઈ બકુત્રા નામના બે ઇસમોને પકડી પાડ્યા છે. જ્યારે આ બંને ઈસમો ભારત ગેસના નંદ ગોપાલ એજન્સીમાં નોકરી કરતા હતા. અહીંયા છેલ્લા ઘણા દિવસોથી ગેરકાયદેસર રીતે રાંધણ ગેસના બાટલામાંથી રિફિલિંગ કરતા હતા. એવામાં આ ઈસમો જાહેરમાં જ ગેસનું રિફિલિંગ કરતા હતા ત્યારે કોઈ મોટી જો દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. પોલીસે આ બંને ઇસમોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.