ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાંથી 2 ઈસમો દેશી બનાવટની બંદૂક સાથે ઝડપાયા - Rajkot Crime Branch

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં સત્તત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં રાજકોટમાંથી બે ઈસમો દેશી બનાવટના કટ્ટા સાથે ઝડપાયા છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલ બન્ને ઈસમોના કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાંથી વધુ બે ઈસમો દેશી બનાવટની બંદૂક સાથે ઝડપાયા
રાજકોટમાંથી વધુ બે ઈસમો દેશી બનાવટની બંદૂક સાથે ઝડપાયા

By

Published : Jul 22, 2020, 2:44 PM IST

રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં સત્તત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં રાજકોટમાંથી બે ઈસમો દેશી બનાવટના કટ્ટા સાથે ઝડપાયા છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે શહેરના જામનગર રોડ પર આવેલા માધાપર ગામ નજીકથી આ ઈસમને ઝડપી પાડ્યા હતા.

મિલન મુકેશભાઈ નડિયાપરા અને અજય વલકુભાઈ બોરીયા નામના બંનેએ ઈસમો દેશી બનાવટના કટ્ટા સાથે ઝડપાતા વિસ્તારમાં પણ ભયનો માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે, ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયેલા બંને ઇસમોમાંથી એક ઈસમ મારામારી અને ગેરકાયદેસર દારૂના કેસમાં અગાઉ પાંચ વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલ બંને ઈસમોના કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે..

ABOUT THE AUTHOR

...view details