ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ-મુંબઇ વચ્ચે દરરોજ ચાલું રહેશે વિમાન સેવા, સૌરાષ્ટ્રના વેપારીઓમાં ખુશી - Rajkot

રાજકોટઃ હાલમાં રાજકોટથી મુંબઇ જતી દરરોજની ફ્લાઈટને અઠવાડિયામાં ત્રણ દિવસ જ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરના વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે દિલ્હી ખાતે કેન્દ્રીયપ્રધાન પુરષોતમ રૂપાલા અને રાજકોટના સાંસદ મોહન કુંડારિયા દ્વારા નાગરિક ઉડ્ડયનપ્રધાન હરદીપ પુરી સાથે મુલાકાત કરીને આ મામલે રજુઆત કરી હતી. તેમજ તાત્કાલિક હરદીપ પુરી દ્વારા અઠવાડિયામાં ત્રણ દિવસ રાજકોટ મુંબઇની ફ્લાઇટના બદલે દરરોજ હાલ શરૂ છે તેમ શરૂ રાખવાની જેતે અધિકારીને સૂચના આપી હતી.

સ્પોટ ફોટો

By

Published : Jun 29, 2019, 8:16 AM IST

સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં મોટાભાગના વેપારીઓ દરરોજ મુંબઈ અને દિલ્હી સહિતના રાજ્યમાં વેપાર ધંધા માટે જાય છે. ત્યારે હાલ રાજકોટથી મુંબઈ માટે દરરોજ એક ફ્લાઇટ જાય છે. જે આગામી જુલાઈથી અઠવાડિયામાં ત્રણ દિવસ જ ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટીના આ નિર્ણયના કારણે રાજકોટથી અન્ય સ્થળોએ વેપાર ધંધા માટે જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાય હતા. જેને લઈને દિલ્હી ખાતે કેન્દ્રીય નાગરિક અને ઉડ્ડયનપ્રધાન હરદીપ પુરી સાથે રાજકોટના સાંસદ અને કેન્દ્રીયપ્રધાન રૂપાલાએ મૂલાકાત કરી હતી.

તેમજ વેપારીઓ અંગેની ચિંતા વ્યકત કરી હતી. જે મામલે હરદીપ પુરી દ્વારા તાત્કાલિક જે તે અધિકારીને અઠવાડિયામાં ત્રણ દિવસ રાજકોટ મુંબઇની ફ્લાઇટ અંગેનો નિર્ણય કેન્સલ કરી દરરોજ મળે તે માટેની સૂચના આપી હતી. તેમજ આગામી દિવસોમાં રાજકોટથી મુંબઈ વચ્ચે વધુ એક 72 બેઠકવાળુ અને રાજકોટથી દિલ્હી વચ્ચે દરરોજ બે ફ્લાઇટ શરૂ કરવામાં આવે તે અંગેના પ્રયાસો હાથ ધર્યા છે.

ABOUT THE AUTHOR

...view details