રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં વધુ બે કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં જંગલેશ્વરમાં રહેતી 19 વર્ષીય મુસ્તાક સોહિલભાઈ વેદ નામની મહિલાનો અને 38 વર્ષના સ્નેહલભાઈ મહેતાનો પોઝિટિવ રિપોર્ટ નોંધાયો છે.
રાજકોટમાં વધુ બે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 65 પર પહોંચ્યો - Mushtaq Sohilbhai Ved, a 19-year-old woman living in Jungleshwar
રાજકોટમાં વધુ બે કોરોનાના કેસ પોઝિટિવ આવતા કુલ સંખ્યા 65 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં 24 જેટલા કોરોનાના પોઝિટિવ દર્દીને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
સ્નેહલભાઈ અમદાવાદથી રાજકોટ ખાતે આવ્યા હતા. જેમનો મનહર પ્લોટ વિસ્તારમાં સોસાયટીના લોકોએ વિરોધ કરતા તેઓ મોડી રાતે જ રાજકોટના મહિલા ગામ ખાતે આવેલા ફાર્મ હાઉસમાં જતા રહ્યા હતા.
અહીં આરોગ્ય વિભાગ દ્વારા તેમના અને તેમની સાથે આવેલા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવતા એક કેસ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 65 થઈ છે. જ્યારે અત્યાર સુધીમાં રાજકોટમાં 24 જેટલા કોરોનાના પોઝિટિવ દર્દીને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજકોટમાં કોરોનાના દર્દીનો રિકવરી રેટ 38.7 જેટલો નોંધાયો છે.