ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ મગફળીની ખરીદીમાં નવો વિવાદ, 2 મહિના વિત્યાં બાદ પણ ખેડૂતોના 'હાથ ખાલી' - Dhoraji news

ધોરાજી માર્કેટયાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી તો કરી નાખી. પરંતુ 2 મહિના વીતી ગયા છતાં ખેડૂતોના એકાઉન્ટમાં હજુ સુધી તેના નાણાં આવ્યા નથી. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીના રૂપિયા તાત્કાલિક ખેડૂતોને આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી.

dhoraji
ધોરાજી

By

Published : Feb 3, 2020, 8:16 PM IST

રાજકોટ : પહેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાનો માર ધરતીપુત્રો પર પડ્યો છે. જેમાં મગફળી પાકમાં અમુક અંશે નુકશાન થયું હતું. માંડ-માંડ કરીને વ્યાજે નાણાં લઈને ઉછી ઉધારી અને સગા વહાલાઓ પાસે રૂપિયાનો લઇને મગફળીનું વાવેતર તેમજ બચેલી મગફળીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂ કરી હતી. ત્યારે ધોરાજીના માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂતો મગફળી દેવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી.

ખેડૂતોનું ટેકાના ભાવની મગફળીનું ચૂકવણું હજુએ બાકી

ધોરાજી પંથકના ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે સરકારને આપી દીધી હતી. તેનો પણ સમય વીતી ગયો છે. ઘણાં ખેડૂતો હજુ મગફળી ટેકાના ભાવે આપવા માટે મગફળી ભરીને વાહનો લઈને લાંબી લાઈનોમાં રાહ જુએ છે. જેમાં બે કે ત્રણ મહિના પહેલા રાજ્ય સરકારને ટેકાના ભાવે ખેડૂતોઓએ પોતાની મગફળી ટેકાના ભાવે આપી દીધેલ છે. પરંતુ આજ સુધી ખેડૂતોની મગફળીના રૂપિયા ખેડૂતોને આપવામા આવ્યા નથી. જેથી ખેડૂતો ને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જેથી ખેડૂતોને પડયા પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. જેથી ખેડૂતોની માંગણી છે કે, તાત્કાલિક ખેડૂતોને મગફળીના રૂપિયા આપવામાં આવે.

વધુમાં ત્યાંના અધિકારીએ જણાવ્યું હતું કે, ગઇ વખતની મગફળી કરતા આ વખતની મગફળીનું ચુકવણું થોડુંક અલગ છે. ગઈ વખતે ચૂંકવણુ થયા પછી ઓડિટ થતું હતું. આ વખતે ઓડિટ થયા પછી ચૂંકવણુ થાય છે. એના કારણે ખેડૂતોની ચૂકવણીની પ્રક્રિયા થોડી ધીમી થઇ છે. નવેમ્બર મહિનાની ખરીદીના અને ડિસેમ્બર મહિનાની લગભગ 11 તારીખ પછી ચૂંકવણીની પ્રોસેસ ચાલુ થઈ હતી. તેને કારણે ચૂકવણી ડિલે થઇ છે. ખેડૂતોએ રજીસ્ટ્રેશન પણ કરાવ્યા હતા. પરંતુ તેમાં IFC કોડ, બેંક ડીટેલ, નામ ચેન્જ તેમજ નાના મોટા વિઘ્નને કારણે ચૂંકવણીની પ્રક્રિયા પર થોડી બ્રેક લાગી ગઇ છે. પણ એ ટૂંક જ સમયમાં થઈ જશે. લગભગ 10 ફેબ્રુઆરી સુધીમાં બધાના ચૂંકવણા પુરા થાય તેવા તમામ પ્રયત્નો રહેશે.

ABOUT THE AUTHOR

...view details