ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં આજીડેમ નજીક દીવાલ ધરાશાયી થતા બેના મોત, CCTV ફુટેજ આવ્યા સામે - આજીડેમ નજીક દીવાલ પડતા બે વાહન ચાલકોને મોત

રાજકોટના આજીડેમ નજીક ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થતા ત્યાંથી પસાર થતા બે વાહન ચાલકના મોત થયા છે. જેના પગલે લોકોનો તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

આજીડેમ નજીક દીવાલ ધરાશાયી થતા બેના મોત
આજીડેમ નજીક દીવાલ ધરાશાયી થતા બેના મોત

By

Published : Jun 8, 2020, 2:06 PM IST

Updated : Jun 8, 2020, 3:34 PM IST

રાજકોટ : જિલ્લાના આજીડેમ નજીક ઓવરબ્રિજની દીવાલ અચાનક ધરાશાયી થતા બે વાહન ચાલકના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય લોકો દીવાલ નીચે દટાયા હોવાની શંકાએ હાલ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

દીવાલ ધરાશાયી થતા બેના મોત, CCTV ફુટેજ આવ્યા સામે

આ ઘટના સર્જાયા બાદ પણ હાલ મનપા અથવા વહીવટી તંત્રના કોઈ મોટા અધિકારીઓ ઘટના સ્થળ પર આવ્યા નથી, પરંતુ પોલીસ અને ફાયરવિભાગ દ્વારા હાલ અહીં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજીડેમ નજીક આવેલા ઓવરબ્રિજ પરથી દરરોજ હજારો લોકો પસાર થાય છે, ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવતા હાલ તંત્ર સામે સ્થાનિકોનો રોષ જોવા મળી રહ્યો છે.

Last Updated : Jun 8, 2020, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details