- રાજકોટમાં છેલ્લા બે દિવસથી સારો વરસાદ
- વરસાદના કારણે સિંચાઇ ડેમોમાં 1થી 2 ફૂટ નવા નીરની આવક
- વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
રાજકોટ:જિલ્લામાં છેલ્લા બે દિવસથી સારો વરસાદ નોંધાયો છે, ત્યારે વરસાદના કારણે રાજકોટ સહિત જિલ્લાઓના સિંચાઇ ડેમોમાં 1થી 2 ફૂટ નવા નિરની આવક નોંધાઈ છે. જ્યારે રાજકોટમાં ગઈકાલે બપોરથી શરૂ થયેલા વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં ઘૂટણ સુધીના પાણી ભરાયા હતા. જેને પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલા બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં પાણી ભરાયા હતા. જ્યારે ગઈકાલે રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં 3થી 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આજે પણ રાજકોટના વિવિધ વિસ્તારમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદી ઝપટા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: Gujarat Rain Update: રાજકોટ સહિત જિલ્લામાં બીજા દિવસે પણ મેઘમહેર, ખેડૂતો રાજી
OPD વિભાગમાં ભરાયું વરસાદી પાણી
રાજકોટમાં ગઈકાલે બપોર બાદ અવિતરતપણે વરસાદ વરસતો હતો. જેને લઈને શહેરના અલગ-અલગ વિસ્તારમાં 3થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજકોટમાં 4 ઈંચ જેટલો વરસાદ પડતાં સિવિલ હોસ્પિટલમાં આવેલા OPD બિલ્ડીંગમાં આવેલા બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ વરસાદી પાણી ભરાતા સિવિલ તંત્ર દ્વારા અહીં પસાર થવાનું રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે વરસાદી પાણી ભરવાના કારણે અહીં રોગચાળો પણ ફેલાવાની ભીતિ સર્જાઈ છે.