આ અકસ્માતનો ભોગ બનેલાં તમામ યુવકો ગોંડલના હોવાની વિગતો સામે આવી છે. મયંક માલવીયા અને અર્જુન દુધરેજીયા નામના યુવકોનુ મોત નીપજ્યું છે. તો વિજય રામાણી, સાગર વિરડીયા અને ઇન્દ્રજીતસિંહ જાડેજા નામના યુવકો ઈજાગ્રસ્ત થયા હતા.
ગોંડલના મોવિયા પાસે કાર પલ્ટી જતાં 2ના મોત, 3ને ઈજા - Two dead and three injured in accident
રાજકોટ: જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલાં મોવિયા ગામ પાસે એક કાર અકસ્માત સર્જાયો હતો.ગોંડલ મોવિયા માર્ગ પર મોવિયા ગામ નજીકના પેટ્રાલ પંપ પાસે એક કાર પલ્ટી ગઇ હતી. મોડી રાત્રે કાર પલ્ટી મારી જવાની આ ઘટનામાં કારમાં સવાર 5 યુવકોમાંથી 2ના મોત થઇ હતા. જ્યારે 3ને ઈજા પહોચી હતી.
ગોંડલના મોવિયા પાસે કાર પલ્ટી જતાં 2ના મોત, 3ને ઈજા
મોવિયા ગામ તરફથી કારમાં ગોંડલથી પરત ફરતાં મોડી રાત્રે થયેલા આ કાર અકસ્માતની જાણ કોઈને નહોતી.જોગાનુજોગ ગોંડલ નગરપાલિકાની એમ્બ્યુલન્સ કોઈને મૂકીને પરત આવતી વેળાએ બનાવ બન્યો હોવાનું ધ્યાને આવ્યું હતુ. એમ્બ્યુલન્સ ચાલક રસિકભાઈ ટીલાળાએ કાર અકસ્માતનો ભોગ બનેલા તમામ યુવકોને ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યાં હતાં. તો 3 ઇજાગ્રસ્ત યુવકોને ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
Last Updated : Jun 16, 2019, 5:05 PM IST