રાજકોટ બિગ બજારની પાછળ આવેલા સમરથ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. જેમાં નેપાળી પરિવારના 3 વર્ષના બાળક આયુષચંદ અને 6 વર્ષની બાળકી શ્રીસ્ટી શેરબહાદુર ચંદના મોત થયા છે. સમરથ એપાર્ટમેન્ટના બિલ્ડરે નેપાળી પરિવારને ઇલેક્ટ્રિક રૂમમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. આ દુર્ઘટનાને પગલે એપાર્ટમેન્ટમાં રહેતા તમામ રહેવાસીઓ ભાગી છૂટ્યા છે. જેમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
રાજકોટમાં બિગબજાર પાછળ સમરથ એપાર્ટમેન્ટમાં આગ લાગતા બે બાળકોના મોત - fire news in rajkot
રાજકોટ : બિગ બજાર પાછળ આવેલ સમરથ એપાર્ટમેન્ટના ઇલેક્ટ્રિક રૂમમાં આગ લાગી હતી. જેમાં નેપાળી પરિવારના બે બાળકોના મોત થયાં હતા. આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
![રાજકોટમાં બિગબજાર પાછળ સમરથ એપાર્ટમેન્ટમાં આગ લાગતા બે બાળકોના મોત rajkot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5514626-thumbnail-3x2-raj.jpg)
રાજકોટ
આ આગમાં ઇલેક્ટ્રિક રૂમના સામાન સહિત 3.80 લાખ રૂપિયા રોકડા બળીને ખાખ થઈ ગયા છે. ત્યારે આ મામલે યોગ્ય પોલીસ તપાસની માગ સાથે મોટી સંખ્યામાં નેપાળી પરિવારો સિવિલ હોસ્પિટલમાં ઉમટ્યાં છે.