ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલ પંથકમાં પ્રશાસન દ્વારા બે બસો ભરીને પરપ્રાંતીય શ્રમિકોને વતન રવાના કરાયા - rajkot news

રાજકોટ કલેક્ટર રેમ્યા મોહન દ્વારા જિલ્લામાં સૌપ્રથમ મંજૂરી ગોંડલ તાલુકાને આપવામાં આવી હતી. ગોંડલ પંથકમાંથી બે બસ ભરીને પરપ્રાંતીય શ્રમિકોને પ્રસાશન દ્વારા તેમના વતન રવાના કરાયા હતા. તમામ શ્રમિકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

Gondal diocese
Gondal diocese

By

Published : May 3, 2020, 6:00 PM IST

રાજકોટઃ જિલ્લાના ગોંડલ તાલુકામાં પ્રતિવર્ષ પેટિયું રળવા MP, UP જેવા પ્રદેશોથી શ્રમિકો બહોળા પ્રમાણમાં આવતા હોય છે. લોકડાઉનમાં ફસાયેલા અને પોતાના વતન જવા માંગતા શ્રમિકો માટે તંત્ર દ્વારા બે બસની વ્યવસ્થા કરી આપવમાં આવતા શ્રમિકો તેના પરિવારને કહી ઉઠ્યા હતા કે આ અબ લૌટ ચાલે..

ગોંડલ પંથકમાંથી બે બસ ભરીને પરપ્રાંતીય શ્રમિકોને વતન રવાના કરાયા

પ્રાંત અધિકારી ગોંડલ તથા મામલતદારે જણાવ્યું હતું કે, ગોંડલ ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી અર્થે આવેલા મધ્યપ્રદેશના મજુરોને લોકડાઉન દરમિયાન પોતાના વતનમાં પરત જવા માટે પ્રાંત અધિકારી રાજેશ આલના માર્ગદર્શન હેઠળ ભરતસિંહ ચુડાસમાએ વ્યવસ્થા કરી હતી. બે બસ ભરીને આશરે 79 મજુરોને મધ્યપ્રદેશમાં મોકલવા રાજકોટ કલેક્ટરને દરખાસ્ત કરતાં શનિવાર મોડી રાત્રે ભારત ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થાના ભાગરૂપે રાજકોટ કલેકટર રેમ્યા મોહન દ્વારા જિલ્લામાં સૌપ્રથમ મંજૂરી ગોંડલ તાલુકાને આપવામાં આવી હતી.

ગોંડલ તાલુકાના મોવિયા ગામેથી આ પરપ્રાંતીય મજૂરોને તંત્રની દેખરેખ હેઠળ પી.એચ.સી, મોવીયા દ્વારા સ્થળાંતર થનાર દરેક મજૂરોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. દાવત સોડાના કારખાના દ્વારા ફૂડ પેકેટ અને પાણીની બોટલો આપવામાં આવી હતી અને મજૂરોને બસમાં બેસાડી તેમના વતન ભણી રવાના કરવામાં આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details