રાજકોટઃ જસદણના કનેસરા ગામમાં થોડા દિવસ પહેલા ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે કડાકાભેર વીજળી થઈ હતી. ત્યારબાદ આ વીજળી બે ભેંસ પર પડતા બંને ભેંસનું મોત થયું હતું. આથી ભેંસના માલિકને રૂ. 60 હજારનો ચેક આપવામાં આવ્યો હતો.
જસદણમાં વીજળી પડતા 2 ભેંસના મોત થતા ભેંસના માલિકને રૂ. 60 હજારનો ચેક અપાયો - કનેસરા
રાજકોટના જસદણના કનેસરા ગામમાં થોડા દિવસ પહેલા ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે કડાકાભેર વીજળી થઈ હતી. ત્યારબાદ આ વીજળી બે ભેંસ પર પડતા બંને ભેંસનું મોત થયું હતું. જેને લઇ ભેંસના માલિકને રૂ. 60 હજારનો ચેક આપવામાં આવ્યો હતો.
રાજકોટમાં વીજળી પડતા 2 ભેંસનું મોત થવાથી ભેંસના માલિકને રૂ. 60 હજારનો ચેક અપાયો
ભેંસના માલિક રુડાભાઈ નાથાભાઈને કનેસરા ગામના સરપંચ હસમુખ હાંડા, તલાટી મંત્રી તેમ જ ભવન સોરિયા દ્વારા ચેક આપવામાં આવ્યો હતો. આ અંગે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી રાણા વાસિયા અને તાલુકા વિકાસ અધિકારીનો માલધારી સમાજે આભાર વ્યક્ત કર્યો હતો.