- રાજકોટ શહેરમાં 7 કિલોથી વધુનો ગાંજો ઝડપાયો
- શહેરોમાં તહેવારની સીઝનમાં કેફી પદાર્થની આપલે વધુ હોય
- બાતમીના આધારે પોલીસે બે લોકોની ધરપકડ કરી
રાજકોટઃશહેરમાં ડ્રગ્સનો મામલો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા સત્તત નશાનો કારોબાર કરી રહેલા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. જેને લઈને રાજકોટની ભક્તિનગર પોલીસ (Bhaktinagar Police of Rajkot) દ્વારા બે ઇસમોને ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે પોલીસને તેમની પાસેથી 7.600 કિલોગ્રામ ગાંજાનો જથ્થો (The amount of marijuana)મળી આવ્યો છે. જેને પોલીસ દ્વારા કબ્જે કરીને આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દિવાળીનો તહેવાર નજીક હોય એવાંમાં શહેરમાંથી ગાંજો પકડાવાની ઘટના સામે આવતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
7 કિલોથી વધુનો ગાંજો ઝડપાયો
રાજકોટની ભક્તિનગર પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી( Report to police)મળી હતી. પોલીસે બાતમીના આધારે બે ઈસમો ની અટકાયત કરી તપાસ કરતા તેમની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે ઈસમો પાસેથી પોલીસે 7.600 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો. જેની બજાર કિંમત રૂ. 76 હજાર જેવી થવા પામે છે. જ્યારે પોલીસ દ્વારા ઈસમો પાસેથી ગાંજામાં ઉપયોગમાં લેવાય રીક્ષા, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.1,42,910નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથધરી છે.