રાજકોટ : થોડા દિવસો પહેલા કિશનને જુનાગઢ સિવિલ હોસ્પિટલથી રાજકોટ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારે તેના આખા શરીરે સોજા હતા અને કિશનને ઓક્સિજન સાથે શિફ્ટ કરવામાં આવ્યો હતો.
પોઝિટિવ બાળકનું CRP197
ડો. ચેતને જણાવ્યું હતુ કે, જુનાગઢમાં તેને ન્યુમોનિયાની (Treatment of Heart Disease) ગંભીર અસર જોવા મળી હતી. ટેસ્ટ કરવામાં આવતા કિશનનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેને રાજકોટ લાવવામાં આવ્યો હતો. એ સમયે તેને પેટમાં અને છાતીમાં પાણી ભરાયું હતું. બરોળ અને લીવર પર સોજા હતા. તેનું ડી-ડાયમર 8545 જેટલું હતું તેમ જ CRP એટલે કે લોહીમાં ઈન્ફેક્શનનું પ્રમાણ 197 જેટલું હતું. તેમજ સૌથી મોટી સમસ્યા એ હતી કે, દર્દીને કોવિડ માયોકાર્ડાઈટીસની અસર (Effect of Covid Myocarditis) વર્તાતી હતી. જેમાં દર્દીના હૃદયના સ્નાયુ ઉપર ગંભીર પ્રમાણમાં સોજા ચડી ગયા હતા. તેને કારણે તેનું હૃદય માત્ર 20 ટકા જેટલું જ કાર્ય કરતું હતું.
આ પણ વાંચો :રાજ્ય સરકાર મ્યુકરમાઇકોસિસની સારવાર માટે સજ્જ, બાળકો માટે અલગ બેડની વ્યવસ્થા
કિશનને સ્વસ્થ થતા 17 દિવસ લાગ્યા
સિવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ આર.એસ. ત્રિવેદી તેમજ પીડિયાટ્રિક ડીપાર્ટમેન્ટના હેડ ડો. પંકજ બુચના માર્ગદર્શન હેઠળ કિશનની સારવાર શરૂ કરવામાં આવી. કોરોનાની ગાઈડલાઈન મુજબ તેને સારવાર આપવામાં આવી હતી. તેમજ દર 3 દિવસે એક વાર તેનો (ECHO) ઈકો કાર્ડીયોગ્રામ રીપોર્ટ કરી હૃદયની સારવાર(Treatment for Children in Rajkot) માટે જરૂરી દવા-ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી. ધીરે ધીરે તેની તબિયતમાં સુધારો થયો. કિશનને સ્વસ્થ થતા 17 દિવસ લાગ્યા, તેમાં સૌથી મોટું યોગદાન અમારી સમગ્ર ટીમનું રહ્યું છે.
એક વર્ષમાં અંદાજે 4662 જેટલા બાળકોની સારવાર
કિશન ડાભીની સારવાર અંગે તેના પિતા મહેશભાઈ જણાવ્યું કે, ખાનગી હોસ્પિટલમાં પણ સિવિલ હોસ્પિટલ જેવી સારી સારવાર નથી મળતી. બધી જ સારવાર અને સુવિધા સમયસર મળતી હતી. ડોક્ટર, બ્રધર્સ-સિસ્ટર્સનો સ્ટાફ પણ ખૂબ માયાળુ છે. ખુબ જ ધ્યાન રાખ્યું છે મારા છોકરાનું.
આ પણ વાંચો :Children with SMA 1 In Vadodara: વડોદરાના દંપતિના જોડિયા બાળકોને જન્મજાત ગંભીર બીમારી, 32 કરોડના 2 ઇન્જેક્શનની જરૂર
છેલ્લા 14 મહિનામાં 2803 જેટલા બાળકોએ સારવાર લીધી
આ ઉપરાંત રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના (Rajkot KT Children's Hospital) પીડિયાટ્રિક વિભાગના ICUમાં જાન્યુઆરી–2021થી લઈને ફેબ્રુઆરી 2022 સુધીમાં અંદાજે 4662 જેટલા બાળકો સારવાર મેળવી સ્વસ્થ થઇને સ્વગૃહી પરત ફર્યા છે. જ્યારે હોસ્પિટલના પીડિયાટ્રીક ઈમરજન્સી વિભાગના ICUમાં જાન્યુઆરી–2021થી ફેબ્રુઆરી–2022સુધીમાં અંદાજે 2803 જેટલા બાળકોએ સારવાર લીધી હતી.