- આગામી દિવસોમાં જન્માષ્ટમી સહિતના તહેવારોની શરૂઆત થવાની
- તહેવાર દરમિયાન ફરવા જતા યાત્રિઓ ત્રીજી લહેરનું મુખ્ય કારણ બની શકે
- ત્રીજી લહેરમાં આખી સોસાયટીઓ, શેરીઓ અને મહોલ્લાઓ સંક્રમિત થાય તેવું અનુમાન
રાજકોટ : આગામી દિવસોમાં જન્માષ્ટમી સહિતના તહેવારો શરૂઆત થવાની છે. દેશમાંથી હજુ સંપૂર્ણ રીતે બીજી લહેર પૂર્ણ થઈ નથી. જ્યારે આરોગ્ય નિષ્ણાતો દ્વારા આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એવામાં તહેવારો દરમિયાન મોટાભાગના લોકો બહાર હરવા-ફરવા જવાનું પસંદ કરતાં હોય છે. જેને લઈને અન્ય રાજ્યમાં જવા માટે લોકો રેલ્વેમાં અગાઉ બુકિંગ કરાવે છે. ત્યારે જાણવા મળ્યું છે કે, આ વખતે રાજકોટથી હરિદ્વાર જવાના પ્રવાસીઓની સંખ્યા વધુ નોંધાઇ રહી છે. ટિકિટ માટે વેઇટિંગમાં રહેવું પડે એમ છે. આ સિવાય લોકો રાજકોટથી ગોવા, મુંબઈ, જમ્મુ કાશ્મીર અને કેરલા જવાનું પણ પસંદ કરી રહ્યા છે.
હરિદ્વાર જનારા યાત્રિકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોમાં સાતમ આઠમનું ખૂબ જ મહત્વ હોય છે. ત્યારે આ દિવસોમાં મીની વેકેશન જેવો માહોલ જોવા મળે છે અને મોટાભાગના લોકો બહાર ફરવા જતા હોય છે. જ્યારે જન્માષ્ટમી દરમિયાન રાજકોટ રેલ્વે મારફતે હરિદ્વાર જનારની સંખ્યા વધુ જોવા મળી રહી છે. જેમાં ઓખા-દહેરાદુન-ઉત્તરાંચલ-એક્સપ્રેસ જેમાં 27 ઓગસ્ટના સેકન્ડ AC 11, ત્રિ-ટાયર AC 27, સ્લીપર 54, જ્યારે જનરલમાં ટિકિટ અવેલેબલ થઈ શકે છે. જ્યારે ગોવા જવા માટે ઓખા અરનાકુલમ એક્સપ્રેસ લાગુ પડે છે. જેમાં હજુ 46 બેઠકો માટે ટિકિટ અવેલેબલ છે.
કોરોનાના કેસ ઓછા થતા સરકાર દ્વારા અમુક છૂટછાટ અપાઇ