ગુજરાત

gujarat

ETV Bharat / state

Train cancelled: જૂનાગઢમાં ભારે વરસાદને કારણે કેટલીક ટ્રેનોને અસર, જાણો કઈ ટ્રેન બંધ રહેશે - Some more trains affected due to heavy rains in Junagadh Rajkot Junagadh Train Operations Rain Rajkot Railway Division

જૂનાગઢના ગઈ કાલે ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વધુ બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદ અને આગાહીને પગલે કેટલીક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 23, 2023, 3:55 PM IST

Updated : Jul 23, 2023, 4:15 PM IST

રાજકોટ:રાજકોટ - ભાવનગર ડિવિઝનમાં આવેલા જૂનાગઢમાં ભારે વરસાદને કારણે જૂનાગઢ-વડાલ સેક્શનમાં રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે. આ સ્થિતિને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક વધુ ટ્રેનોને સંપૂર્ણ અથવા આંશિક રીતે રદ કરવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

રદ કરાયેલી ટ્રેનો:

1) ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ 22.07.2023 ના રોજ રદ રહેશે.

2) ટ્રેન નંબર 22958 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 22.07.2023 ના રોજ રદ રહેશે.

3) ટ્રેન નંબર 19207 પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ 23.07.2023 ના રોજ રદ રહેશે.

4) ટ્રેન નંબર 09522 વેરાવળ-રાજકોટ સ્પેશિયલ 23.07.2023 ના રોજ રદ રહેશે.


શોર્ટ ટર્મિનેટેડ (આંશિક રીતે રદ) ટ્રેનો:

1) 21.07.2023 ના રોજ જબલપુરથી ઉપડનારી ટ્રેન નંબર 11464 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ ને જેતલસર ખાતે ટૂંકી ટર્મિનેટ કરવામાં આવી છે. આમ આ ટ્રેન જેતલસર - વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.

2) 23.07.2023 ની ટ્રેન નંબર 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસને વેરાવળ ના બદલે રાજકોટથી જબલપુર વચ્ચે ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.

3) 22.07.2023 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ ને રાજકોટ ખાતે શોર્ટ ટર્મિનેટ કરાશે. આમ આ ટ્રેન રાજકોટ-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.

5) 22.07.2023 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ - વેરાવળ એક્સપ્રેસ ને રાજકોટ ખાતે શોર્ટ ટર્મિનેટ કરાશે. આમ આ ટ્રેન રાજકોટ-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.

6) 23.07.2023 ના રોજ ટ્રેન નંબર 19218 વેરાવળ- બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસને વેરાવળ ના બદલે રાજકોટથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.

7) 22.07.2023 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ ને જેતલસર ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ આ ટ્રેન જેતલસર - વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.

8) 23.07.2023 ના રોજ ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસને વેરાવળ ના બદલે જેતલસરથી અમદાવાદ વચ્ચે ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ - જેતલસર વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.

  1. Junagadh Rain: ગિરનારના ભરડાવાવમાં અનેક ફસાયેલા લોકોનું NDRFની ટીમ દ્વારા રેસ્કયુ
  2. Gujarat Rain Live Update: આફતનો વરસાદ, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે
Last Updated : Jul 23, 2023, 4:15 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details