- ગોંડલ નજીક ભોજપરા અને બિલિયાળા વચ્ચે અકસ્માત
- એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો
- અકસ્માતમાં 6 લોકોનાં થયાં મોત
રાજકોટઃરાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર (Accident on Rajkot Gondal National Highway)કાર અને એસટી બસના ગંભીર અકસ્માત (ST bus and car Accident)સર્જાયો હતો જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે (5 killed in accident)જ કમકમાટી ભર્યા મોત થયા અને એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઇજાગ્રસ્તોને ગોંડલ (Gondal) બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માહિતી મુજબ કારનું ટાયર ફાટતા કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા રોંગ સાઈડમાં કાર આવીને એસ.ટી.સાથે અથડાઈ હતી.
સ્થાનિક લોકો દ્વારા કારમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા