રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ પર આવેલી વીર સાવરકર આવાસ યોજનાના રહેવાસીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. અંદાજીત 1 કલાક કરતા વધારે સમય માટે કાલાવડ રોડ પર ચક્કાજામ કરવામાં આવતા ટ્રાફિક જામ સર્જાયો હતો.
રાજકોટમાં પાણી મુદ્દે કરવામાં આવ્યો ચક્કાજામ
રાજકોટના કાલાવડ રોડ પર આવેલી વીર સાવરકર આવાસ યોજનાના રહેવાસીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. અંદાજીત 1 કલાક કરતા વધારે સમય માટે કાલાવડ રોડ પર ચક્કાજામ કરવામાં આવતા ટ્રાફિક જામ સર્જાયો હતો.
rajkot
રહેવાસીઓને છેલ્લા 10 દિવસથી પાણી નહીં મળતું હોવાના કારણે આજે રોષે ભરાયા હતા અને વિરોધના ભાગરૂપે મહિલાઓ મોટી સંખ્યામાં પાણી ભરવાના વાસણો સાથે રસ્તાઓ પર ઉતરી પડી હતી. જોકે, એક સમયે મહિલાઓને સમજાવવા માટે પોલીસે પણ સ્થાનિક સાથે ઘર્ષણમાં ઉતરવું પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં દર વર્ષે ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા જોવા મળે છે ત્યારે હજુ આ વર્ષે ઉનાળો આવ્યો નથી એ પહેલાજ પાણી માટે રામાયણ શરૂ થઈ છે.