જેતપુર-વિરપુર હાઇવે પર ટ્રેલર ટ્રક બન્યો બેકાબૂ, ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા - Gujarati News
રાજકોટઃ જિલ્લાના વિરપુર-જેતપુર નેશનલ હાઈવે પર પવનચક્કીની પાંખડા ભરેલો ટ્રેલર ટ્રક બેકાબૂ બન્યો હતો. ટ્રેલર ટ્રકના ડ્રાઇવરને જોકુ આવી જતા વિરપુરના બસસ્ટેન્ડ પાસે હાઈવે પર બેકાબૂ ટ્રકે બે-ત્રણ દુકાનોને હડફેટે લીધી હતી. જેના કારણે કેબીનોને ભારે નુકસાન થવા પામ્યું હતું.
હાઇવે પર મહાકાય ટેલર ટ્રક બન્યો બેકાબૂ નેશનલ હાઈવે પર સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો.
આ અકસ્માતમાં ટ્રકે પલ્ટી મારી હતી પરંતુ સદ્દનસીબે દુર્ઘટના ટળી હતી. વિરપુર નજીક ટેલર ટ્રકના આ અકસ્માતના બનાવને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. જેમને લઈ રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ અને વિરપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઈને હાઈવેને વનવે કરીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.