રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે મેચ રમાઇ રહ્યો છે. જેને લઈને સવારથી જ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા. જેના પગલે સ્ટેડિયમ બહાર ટ્રાફિક જામ ન સર્જાય તે માટે રાજકોટ પોલીસ કમિશ્નર અને ગ્રામ્ય SP દ્વારા કુલ 2 જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા છે.
રાજકોટમાં ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા વન ડેને લઈને સ્ટેડિયમ બહાર ટ્રાફિક જામ - Rajkot Cricket News
રાજકોટ: શહેરમાં ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે મેચ રમાઈ રહ્યો છે, ત્યારે મેચ અગાઉ મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉમટી પડ્યા હતા. રાજકોટનું ખંઢેરી સ્ટેડિયમ અંદાજીત 30 હજાર પ્રેક્ષકોની કેપિસીટી ધરાવે છે.

રાજકોટમાં ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા વન ડેને લઈને સ્ટેડિયમ બહાર ટ્રાફિક જામ
રાજકોટમાં ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા વન ડેને લઈને સ્ટેડિયમ બહાર ટ્રાફિક જામ
જેમાં રાજકોટથી જામનગર જતા વાહનો અને જામનગર તરફથી આવતા વાહનોને ડાઈવર્ડ થઈને જવા અંગેની માહિતી આપવામાં આવી છે. મોટી સંખ્યામાં પ્રશંસકો ટીમનો ઉત્સાહ વધારવા માટે રાજકોટ સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા છે.