રાજકોટ: હાલ નવરાત્રી શરૂ છે. એવામાં નવરાત્રી દરમિયાન આપણે સામાન્ય રીતે પ્રાચીન અને અર્વાચીન એમ બન્ને રીતે ગરબા રમતા હોઈએ છીએ પરંતુ રાજકોટમાં નવરાત્રી દરમિયાન તલવાર સાથેના રાસ દર વર્ષે હોવા મળે છે. રાજકોટના રાજવી પેલેસ ખાતે દર વર્ષે મહિલાઓ દ્વારા તલવાર રાસ રમવામાં આવે છે. આ તલવાર રાસ દરમિયાન મહિલાઓ હાથમાં ખુલ્લી તલવાર સાથે ગરબા રમતી જોવા મળે છે. જ્યારે આ તલવાર રાસ રમતા પહેલા તેની પ્રેક્ટિસ કરવી પડે છે અને ત્યારબાદ જ તેને રમવાની છૂટ આપવામાં આવે છે.
Rajkot Talvar Ras: રાજકોટમાં છેલ્લા 15 વર્ષથી યોજાય છે મહિલાઓના પરંપરાગત તલવાર રાસ - Rajkot
રાજકોટમાં છેલ્લા 15 વર્ષથી યોજાય છે મહિલાઓના પરંપરાગત તલવાર રાસ. રાજકોટના રાજવી પેલેસ ખાતે દર વર્ષે મહિલાઓ દ્વારા તલવાર રાસ રમવામાં આવે છે. તલવાર રાસ રમતા સમયે પણ મહિલાઓ પોતાને અથવા તેમની આજુ બાજુમાં રમતી દીકરીઓને તલવાર ન વાગે તેવી રીતે એકબીજાથી થોડા થોડા અંતરે આ રાસ રમે છે. અને નવરાત્રિમાં માતાજીની આરાધના કરે છે. જ્યારે તલવાર રસમાં મોટાભાગે ક્ષત્રિય સમાજની મહિલાઓ જ ભાગ લે છે.
![Rajkot Talvar Ras: રાજકોટમાં છેલ્લા 15 વર્ષથી યોજાય છે મહિલાઓના પરંપરાગત તલવાર રાસ રાજકોટમાં છેલ્લા 15 વર્ષથી યોજાય છે મહિલાઓના પરંપરાગત તલવાર રાસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-10-2023/1200-675-19785685-thumbnail-16x9-a-aspera.jpg)
Published : Oct 17, 2023, 8:21 AM IST
|Updated : Oct 18, 2023, 12:21 PM IST
ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા અપાય છે તાલીમ:જ્યારે રાજકોટમાં રાજવી પરિવાર દ્વારા ભગિની સેવા ફાઉન્ડેશન સંસ્થા ચલાવવામાં આવે છે. અને આ જ સંસ્થા દ્વારા દર વર્ષે રાજવી પેલેસ ખાતેના ગ્રાઉન્ડમાં તલવાર રાસ રમાડવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી ભાગની સેવા ફાઉન્ડેશન યુવતીઓ અને મહિલાઓને નવરાત્રી પહેલા તલવાર રાસની સખ્ખત તાલીમ આપે છે. ત્યારબાદ નવરાત્રી દરમિયાન આ તલવાર રાસ યોજવામાં આવે છે. જેમાં 10 વર્ષની નાની દીકરીઓથી લઈને 60 વર્ષ સુધીની મહિલાઓ ભાગ લે છે અને પરંપરાગત તલવાર રાસ રમે છે. તલવાર રાસ રમતા સમયે પણ મહિલાઓ પોતાને અથવા તેમની આજુ બાજુમાં રમતી દીકરીઓને તલવાર ન વાગે તેવી રીતે એકબીજાથી થોડા થોડા અંતરે આ રાસ રમે છે. અને નવરાત્રિમાં માતાજીની આરાધના કરે છે. જ્યારે તલવાર રસમાં મોટાભાગે ક્ષત્રિય સમાજની મહિલાઓ જ ભાગ લે છે.
મહિલાઓ ખુલ્લી તલવાર સાથે રમે છે રાસ: ભગીની સેવા ફાઉન્ડેશનના પ્રમુખ રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાના પત્ની કાદમ્બરી દેવી છે. જ્યારે નવરાત્રી આવવાના ગણતરીના દિવસો બાકી હોય ત્યારથી દરરોજ ત્રણ કલાક રાજવી પેલેસ ખાતે જ કાદમ્બરી દેવીની આગેવાનીમાં જ યુવતીઓ અને મહિલાઓને તલવાર રાસની પ્રેક્ટિસ કરવામાં આવે છે અને નવરાત્રી દરમિયાન મહિલાઓ કોઈ પણ જાતના ડર વગર જ ખૂબ જ સહેલાઈથી આ તલવાર રાસ રમે છે. જ્યારે ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 300થી વધુ દીકરીઓ અને મહિલાઓને તલવાર બાજીની તાલીમ આપી ચૂકી છે. તલવાર બાજી એક મુશ્કેલ કસરત છે જે મોટાભાગે પુરુષો કરતા હોય છે પરંતુ રાજકોટ યુવતીઓ અને મહિલાઓને તલવાર રાસની તાલીમ આપવામાં આવે છે. જેના કારણે તે ભવિષ્યમાં પોતાની આત્મ રક્ષા પણ કરી શકે છે.