ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં વેપારીએ નાણાંની આર્થિકભીડથી કંટાળીને કર્યો આપઘાત - gujarat

રાજકોટઃ શહેરના લાખાજીરાજ રોડ પર આવેલ પરમ આર્ટ નામની દુકાનના વેપારીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. જેમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, વેપારી છેલ્લા કેટલાક સમયથી ડબ્બા ટ્રેડિંગમાં ફસાયો હતો અને નાણાંની આર્થિક સંકણામણના લઇને તેણે આપઘાત કર્યો છે.

rjt

By

Published : Jul 6, 2019, 1:55 AM IST

રાજકોટની મધ્યમાં આવેલ પોશ વિસ્તાર લાખાજીરાજ રોડ પર પરમ આર્ટ નામની દુકાન ધરાવતા રવિ ચાવડા નામના વેપારીએ આપઘાત કર્યો છે. વેપારીએ દુકાનમાં કોઈ હાજર ન હોય તે સમયે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

રાજકોટમાં વેપારીએ નાણાંની આર્થિકભીડથી કંટાળીને કર્યો આપઘાત

બીજી તરફ વેપારીના આપઘાતના પગલે શહેરની A ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની વધુ તપાસ શરૂ કરી હતી. જો કે, વેપારીની નાણાંની આર્થિક સંકાળામણમાં ફસાયો હોવાના કારણે આપઘાત કર્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details