ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં આજે ફરી કોરોના બૉમ્બ ફૂટ્યો, 27 પોઝિટિવ કેસ નોંધાયા - corona update

રાજકોટમાં આજે ફરી કોરોના બોમ્બ ફૂટયો છે. આજે એક સાથે 27 જેટલા કોરોનાના કેસ રાજકોટમાં નોંધાયા છે. તેમાંથી 16 જેટલા કેસ એક જ પરિવારના સભ્યોના નોંધાયા હોવાનું સામે આવ્યું છે, જયારે અન્ય 11 જેટલા પોઝિટિવ કેસ રાજકોટના અલગ અલગ વિસ્તારના છે.

etv bharat
રાજકોટ : 27 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા,એકજ પરિવારના 16 સભ્યો સંક્રમિત

By

Published : Jul 7, 2020, 2:50 PM IST

રાજકોટ: રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા દીપ્તિ નગરમાં રહેતા હૂંબલમાં આ 16 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક મહિલા દર્દીનું પણ મોત થયું છે. રાજકોટના કોઠારિયા રોડ પર અમરબેન હુંબલ, દૂધસાગર રોડ પરના રતનબેન દવે, સુરેન્દ્રનગરના અનવર ભાઈ તથા કોટડાસાંગાણીના ધનજીભાઈ વેકરીયા આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. આ સાથે જ રાજકોટમાં કોરોનાના અત્યાર સુધીમાં 272 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 109 દર્દીઓ હજી પણ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 153 જેટલા દર્દીઓને કોરોનાની સારવાર બાદ રજા આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details