પતિના લાંબા આયુષ્યની પ્રાર્થના કરવામાં મહિલાઓએ પોતાની તંદુરસ્તીનું પણ રાખ્યુ ધ્યાન ! - rajkot news
આજે મહિલાઓ પોતાના પરિવાર અને પોતાના પતિને લાંબુ આયુષ્ય મળે માટે આજે જેઠ સુદ પૂનમના દિવસે વડ સાવિત્રીનું વ્રત કરે છે. અને શણગાર સજીને વડની પુજા કરે છે. પણ હાલમાં આ કોરોનાની મહામારીમા મહિલાઓએ સોશ્યિલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરી વડની પૂજા કરી હતી.
મહિલાઓએ સોશ્યિલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરી વડ સાવિત્રીનુ પૂજન કર્યુ
રાજકોટઃ આજે જેઠ સુદ પૂનમ એટલે વડ સાવિત્રી નું વ્રત આજે મહિલાઓ દ્વારા પોતાના પતિના લાંબા આયુષ્ય અને પરિવારની સુરક્ષા માટે વહેલી સવારે સોળે સૃણગાર સજી વડનું પૂજન કરે છે. પોતાની શ્રદ્ધા પ્રમાણે ઉપવાસ એકટાણું કરે છે. હાલ માં કોરોના વાઇરસને લઈ મહિલાઓ એ સોશ્યિલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરી વડની પૂજા કરી હતી.