ગુજરાત

gujarat

ETV Bharat / state

પોલીસ મારું કંઈ નહીં બગાડી લે, મદિરાની મહેફિલોને લઈને મહિલાઓએ પ્રોટેક્શની કરી માંગ

રાજકોટના તિરુપતિનગરમાં મહિલાઓ દ્વારા દારૂની મહેફિલ (Women raided liquor party in Rajkot) પર જનતા દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે આજે લોકોના ટોળેટોળા વિસ્તારમાં એકઠા થયા હતા. ત્યારે મહિલાઓએ પોલીસ પ્રોટેક્શનની માંગ કરી હતી. (Tirupatinagar Women raided liquor party)

પોલીસ મારું કંઈ નહીં બગાડી લે, મદિરાની મહેફિલોને લઈને મહિલાઓએ પ્રોટેક્શનની કરી માંગ
પોલીસ મારું કંઈ નહીં બગાડી લે, મદિરાની મહેફિલોને લઈને મહિલાઓએ પ્રોટેક્શનની કરી માંગ

By

Published : Dec 26, 2022, 8:33 PM IST

રાજકોટમાં દારૂની મહેફિલનો મામલો, મહિલાઓએ પ્રોટેક્શનની કરી માંગ

રાજકોટ : રાજકોટના નિર્મલા રોડ પર આવેલા તિરુપતિનગરમાં ગઈકાલે સ્થાનિક મહિલાઓ (Women raided liquor party in Rajkot) દ્વારા મકાનમાં ચાલતી દારૂની મહેફિલ પર દરોડો પાડવામાં આવ્યા હતો. ઘરની બહારથી લોક મારી દેવામાં આવ્યું હતું. પોલીસને પણ બોલાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડ્યા હતા અને આજે આરોપીઓને (Rajkot Crime News) ઘટના સ્થળે લઈ જઈને પંચનામુ કરવામાં આવ્યું હતું. ત્યારે ફરી વખત આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા વિસ્તારમાં એકઠા થયા હતા. (Tirupatinagar Women raided liquor party)

આ પણ વાંચોગટરમાં દારૂ, બુટલેગરની ટેકનીક જોઈ તમે પણ રહી જશો દંગ

મહિલાઓની પ્રોટેકશનની માંગ તિરુપતિનગરમાં મહિલાઓ દ્વારા દારૂની મહેફિલ (Rajkot Police) પર જનતા દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે આ મહિલાઓએ પોલીસ સમક્ષ માંગણી કરી હતી કે, તેમને પ્રોટેક્શન આપવામાં આવે, જ્યારે તિરૂપતિ નગરના રહેણાંક મકાનમાં રહેતો કશ્યપ ઠાકર નામનો કોર્પોરેશનનો કર્મચારી છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા દારૂ પીવે છે અને મહેફિલો કરાવે છે તેમજ દારૂ પણ વેચે છે અને વિસ્તારમાં તોફાનો પણ કરે છે. જેના પગલે હવે આ ઘટના બાદ વિસ્તારની મહિલાઓને પ્રોટેક્શન આપવામાં આવે તેવી માંગણી ઉઠી છે. ઉલ્લેખનીય છે કે આઠ જેટલા શખ્સો દ્વારા આ રહેણાંક મકાનમાં દારૂની મેહફીલ માણવામાં આવી રહી હતી. તે દરમિયાન મહિલાઓએ ઘરની બહારથી દરવાજો બંધ કરી દીધો હતો અને પોલીસને બોલાવી હતી. (Janata pour on liquor feast in Rajkot)

આ પણ વાંચોલુણાવાડામાં વિદેશી દારૂ સહિત 53 લાખની રોકડ રકમ જપ્ત...

ગાંધીનગર સુધી કરાશે રજૂઆત: સ્થાનિક મહિલાવિસ્તારમાં રહેતી પન્ના ઠાકર નામની મહિલાએ જણાવ્યું હતું કે, શિવકૃપા મકાનની અંદર દારૂની મહેફિલો થાય છે. ત્યારે દારૂનું વેચાણ પણ થાય છે અને અસામાજિક તત્વો પણ ડ્રગ્સનું સેવન અહીં કરે છે. જ્યારે આ તત્વો ઘરમાં હથિયાર રાખે છે અને ક્લબ પણ ચલાવે છે. અમે તેમને આ બાબતે રજૂઆત કરી ત્યારે તેઓ એવું કહેતા હોય છે કે પોલીસ મારું કંઈ નહીં બગાડી લે તેવી ધમકીઓ પણ વિસ્તારની મહિલાઓને આપે છે. જ્યારે અહીંયા જેટલા પણ તત્વો આવે છે તે તમામ મોટા માથાઓ છે. જેના કારણે પોલીસ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરતી નથી. અમે આ મામલે ગાંધીનગર સુધી રજૂઆત કરશુ અને અમને પ્રોટેક્શન આપવામાં આવે તેવી પણ માંગ છે. (Women demanded protection in Rajkot)

ABOUT THE AUTHOR

...view details