ગુજરાત

gujarat

ETV Bharat / state

આમ આદમી પાર્ટી ગુજરાતમાં નવા રાજકીય વિકલ્પ તરીકે સ્થાપિત થઈ ચૂકી છે: ગોપાલ ઇટાલીયા - Gujarat News\

ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોપાલ ઈટાલિયા રાજકોટ શહેરની મુલાકાત માટે આવ્યા હતા અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી આગામી ચૂંટણી અંગેની રણનીતિ અંગે ચર્ચા કરી હતી અને રાજકોટમાં ત્રણ અલગ અલગ વોર્ડમાં બનાવમાં આવેલા આમ આદમી પાર્ટીના કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું.

આમ આદમી પાર્ટી ગુજરાતમાં નવા રાજકીય વિકલ્પ તરીકે સ્થાપિત થઈ ચૂકી છે: ગોપાલ ઇટાલીયા
આમ આદમી પાર્ટી ગુજરાતમાં નવા રાજકીય વિકલ્પ તરીકે સ્થાપિત થઈ ચૂકી છે: ગોપાલ ઇટાલીયા

By

Published : Nov 5, 2020, 7:49 AM IST

  • આમ આદમી પાર્ટી ગુજરાતમાં નવા રાજકીય વિકલ્પ તરીકે સ્થાપિત થઈ ચૂકી છે: ગોપાલ ઇટાલી
  • આદમી પાર્ટીના કાર્યાલયનું લોકાર્પણ
  • ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોપાલ ઈટાલિયા રાજકોટની મુલાકાતે

રાજકોટઃ આગામી દિવસોમાં રાજકોટ સહિત 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે. જેને લઈને રાજકોટમાં હવે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ છે, ત્યારે આજે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પણ રાજકોટ શહેરની મુલાકાત માટે આવ્યા હતા અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી આગામી ચૂંટણી અંગેની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. રાજકોટમાં ત્રણ અલગ અલગ વોર્ડમાં બનાવમાં આવેલા આમ આદમી પાર્ટીના કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું.

આમ આદમી પાર્ટી ગુજરાતમાં નવા રાજકીય વિકલ્પ તરીકે સ્થાપિત થઈ ચૂકી છે: ગોપાલ ઇટાલીયા
મનપા ચૂંટણીની રણનીતિ અંગેની યોજી બેઠકઆપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોપાલ ઇટાલીએ રાજકોટમાં આગામી દિવસોમાં આવનારી કોર્પોરેશનની ચૂંટણીને લઈને આપના હોદ્દાેદારો સાથે મહત્વની બેઠક યોજી હતી. જેમાં ચૂંટણી અંગેની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. જ્યારે કાર્યક્રમ અગાઉ ગોપાલ ઇટાલીયાની હાજરીમાં જ રાજકોટના કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જેનું પક્ષ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ રાજકોટની નાગર બોર્ડિંગ ખાતે યોજાયો હતો.આમ આદમી પાર્ટી રાજ્યમાં નવા રાજકીય વિકલ્પ સાથે સ્થાપિત થયું: ઇટાલીયા આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી નવા રાજકીય વિકલ્પ સાથે પ્રસ્થાપિત થઈ ચૂકી છે. તેમજ ગુજરાતના લોકો પણ આમ આદમી પાર્ટીને સ્વીકારી રહ્યા છે અને આગામી ચૂંટણીઓમાં પરિવર્તન ઇચ્છી રહ્યા છે. આ સાથે ઇટાલિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રાજકોટમાં આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય થશે.

ABOUT THE AUTHOR

...view details