- રાજકોટના કાંગશીયીળી ગામની 3 યુવતીઓના મૃત્યુ
- ચેકડેમમા ડુબવાના કારણે મૃત્યુ
- 5 લોકો ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા
રાજકોટ: રાજકોટની ભાગોળે આવેલા કાંગશીયાળી ગામમાં ચેકડેમમાં ડૂબી જવાને કારણે ત્રણ જેટલી યુવતીના મૃત્યુ થયા છે. જોકે આ યુવતીઓ કેવી રીતે ચેકડેમમાં ડૂબી હતી તે જાણવા મળ્યું નથી પરંતુ કુલ 5 લોકો ડેમમાં ન્હાવા માટે પડ્યા હતા. જેમાંથી ત્રણ જેટલી યુવતીઓ ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં ડૂબી ગઈ હતી. જ્યારે આ ત્રણેય મૃતક યુવતીની ઉંમર 18થી 35 વર્ષની વચ્ચેની હોવાનું સામે આવ્યું છે.
ત્રણ યુવતીના ડુબી જવાના કારણે થયા મોત
રાજકોટની ભાગોળે શાપર વેરાવળની નજીક આવેલ ઢોલરા-કાંગશીયાળી વચ્ચે આવેલા ચેકડેમમા ગઈકાલ(ગુરુવાર) ના સાંજના સમયે 5 જેટલી યુવતીઓ ન્હાવા માટે ગઈ હતી. જે દરમિયાન 18 વર્ષીય કોમલબેન ચનાભાઈ દેવીપૂજક, 24 વર્ષીય સોનલબેન કાળુભાઈ અને 35 વર્ષીય મિઢુરબેન નામની યુવતીઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેમનું ઊંડા પાણીમાં ડૂબવાના કારણે મૃત્યુ થયું હતું. જોકે આ યુવતીઓ ઊંડા પાણીમાં કેવી રીતે ગરક થઈ તે બહાર આવ્યું નથી.