રાજકોટઃ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા ગાંજો વહેંચતા અને ગાંજો લેતા એમ બન્ને ઇસમોને ઝડપી પાડવામાં આવ્યાં છે. SOGનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન શહેરના પર્ણકુટી ચોકી નજીકથી પસાર થતાં ચાર જેટલા ઈસમો વાહનો સાથે શંકાસ્પદ જણાઈ આવતા તેમની તપાસ હાથ ધરી હતી. જેમાંથી તેમની પાસે નશાકારક ગાંજો મળી આવ્યો હતો. જેને લઈને SGOએ ચારેય ઇસમની ધરપકડ કરી માલવીયાનગર પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
રાજકોટમાં ગાંજો ખરીદતા ત્રણ વિદ્યાર્થીઓ ઝડપાયા
રાજકોટના SOGનો સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન શહેરના પર્ણકુટી ચોકી નજીકથી પસાર થતાં ચાર ઈસમો પાસેથી ગાંજો ઝડપી પાડ્યો હતો, ત્યારબાાદ વધુ તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટમાં ગાંજો ખરીદતા ત્રણ વિદ્યાર્થીઓ ઝડપાયા
મળતી માહિતી પ્રમાણે, SOGને ઈસમો પાસેથી 44.35 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. ઝડપાયેલા આરોપીમાં વિરેન્દ્રસિંહ ઉર્ફ મહાદેવ ચંદુભાઈ દેસાઈ નામનો ઈસમ વિદ્યાર્થીઓને ગાંજો વહેંચવા માટે આવ્યો હતો. જ્યારે રજનીકાંત વાઘેલા FY B.COM, જતીન પંચાસરા FY (BCA) અને કિશન વાઘેલા મિકેનિકલ ડિપ્લોમાના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ પણ ઝડપાયા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાજકોટમાંથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો છે.