રાજકોટઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી એક પણ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા નહોતા. પરંતુ રવિવારે એક સાથે ત્રણ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા સમરસ હોસ્ટેલમાં કવોરેન્ટાઇન કરેલા 11 વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ એક કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા, જે બાદ તમામ 11 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 3 લોકોના પોઝિટિવ રિપોર્ટ નોંધાયા હતા.
રાજકોટમાં વધુ 3 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 62 પર પહોંચ્યો - રાજકોટમાં વધુ 3 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા
રાજકોટમાં છેલ્લા બે દિવસથી એક પણ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા નહોતા. પરંતુ રવિવારે એક સાથે ત્રણ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.
રાજકોટમાં વધુ 3 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા
કોરોના પોઝિટિવ આવેલા કેસમાં 42 વર્ષના એક પુરૂષ તેમની 38 વર્ષની પત્ની અને 16 વર્ષના પુત્રનો સમાવેશ થાય છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.
આ ત્રણ પોઝિટિવ કેસ મળીને રાજકોટમાં કુલ 62 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાંથી એક રાજકોટ ગ્રામ્યનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટમાંથી અત્યાર સુધીમાં કુલ 17 જેટલા દર્દીઓને કોરોનાની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે એક દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું.