ગુજરાત

gujarat

By

Published : Nov 2, 2021, 7:57 AM IST

ETV Bharat / state

ઋષિકેશમાં રાજકોટના એક પરિવારના ત્રણ સભ્યોનું નદીમાં તણાવના કારણે મોત

રાજકોટ(Rajkot)ના જામનગર રોડ વિસ્તારના રહેવાસી એક પરિવાર સાથે ઉત્તરાખંડમાં તીર્થયાત્રા(Pilgrimage to Uttarakhand)એ ગયો હતો. જ્યાં હેનવાલ નદીના સંગમ સ્થળ ફૂલચટ્ટી ખાતે ગંગામાં એક સાથે ત્રણ વ્યક્તિ ડૂબી ગયા છે. ત્રણ વ્યક્તિ ડુબી જતાં એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો જ્યારે બે વ્યક્તિનો મૃતદેહની શોધખોળ શરૂ છે.

ઋષિકેશમાં રાજકોટના એક પરિવારના ત્રણ સભ્યોનું નદીમાં તણાવના કારણે મોત
ઋષિકેશમાં રાજકોટના એક પરિવારના ત્રણ સભ્યોનું નદીમાં તણાવના કારણે મોત

  • રાજકોટના પરિવારના ઋષિકેશમાં ત્રણ સભ્યોનું નદીમાં તણાવના કારણે મૃત્યુ
  • એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો, બે વ્યક્તિનો મૃતદેહની શોધખોળ શરૂ છે
  • નદીમાં 18 વર્ષીય પૌત્રીનો પગ લપસ્યો, બચાવવા જતા પત્ની તણાઈ

રાજકોટઃ ઋષિકેશમાં રાજકોટ(Rajkot)ના ત્રણ લોકોના નદીમાં પાણીમાં ડૂબવાના કારણે મોત થયા છે. રાજકોટના જામનગર રોડ પર આવેલ બજરંગ વાડી વિસ્તારમાં રહેતા દિલીપ કારીયા પોતાના પત્ની અને જમાઈ સહિતના પરિવારના 6 જેટલા સભ્યો સાથે ઉત્તરાખંડમાં તીર્થયાત્રા(Pilgrimage to Uttarakhand)એ ગયા હતા તે દરમિયાન આ ઘટના બની છે. જ્યારે ઘટના દરમિયાન સૌપ્રથમ દિલીપભાઈના 18 વર્ષીય પૌત્રીનો પગ લપસ્યો અને તેને બચાવવા જતા તેમના પત્ની અને બાદમાં જમાઈ પણ તણાઈ ગયા હતા.

નજરની સામે પત્ની જમાઈ અને પૌત્રી તણાયા

આ ઘટના સોમવારના સાંજના સમયની છે. જ્યાં ઋષિકેશ ખાતે રાજકોટથી આવેલા પરિવારના ત્રણ સભ્યો ગંગા અને હેનવાલ નદીના સંગમ સ્થળ ફૂલચટ્ટી ખાતે ગંગામાં ડૂબી ગયા હતા. લક્ષ્મણઝુલા વિસ્તારમાં ગંગામાં ન્હાવા જતા સમયે આ ઘટના બની હતી. જ્યારે ઘટનાને પગલે સ્થાનિક પોલીસની ટીમો તણાયેલા લોકોની શોધખોળમાં લાગી હતી જેમાં 52 વર્ષીય દિલીપભાઇ પત્ની તરૂલતાબેનનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે પૌત્રી 18 વર્ષીય સોનલ અને જમાઈ અનિલભાઈના મૃતદેહની શોધખોળ શરૂ છે.

શહેર ભાજપ પ્રમુખે ફોન કરી આશ્વાસન આપ્યું

રાજકોટના પરિવારના ત્રણ સભ્યોના ડૂબવાના કારણે મોત થયા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે ઘટનાને પગલે રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મીરણીએ ઋષિકેશમાં દિલીપભાઈને ફોન કરી અશ્વાસ પણ આપ્યું છે. તેમજ જરૂરી મદદ કરવા અંગેનું પણ કહ્યું હતું. હાલ પરિવાર જ્યાં રહે છે ત્યાં બજરંગવાડી વિસ્તારમાં સ્થાનિકો પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ રાજકોટ આરોગ્ય વિભાગનું બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર ચેકીંગ

આ પણ વાંચોઃ દિવાળી તહેવારમાં રાજકોટ એસટી ડિવિઝન 100 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવશે

ABOUT THE AUTHOR

...view details