રાજકોટ : શેહરમાંથી વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો છે. શહેરના થોરાળા પોલીસે બાતમીના આધારે સંતકબીર રોડ પર આવેલા ગોપાલ ડેરીની બાજુમાં આવેલી ઓરડીમાં નકલી ડોક્ટર દ્વારા ચલાવવામાં આવતા ક્લિનિકને ઝડપી પાડ્યું છે.
રાજકોટમાં છેલ્લાં 36 વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી ડોક્ટર ઝડપાયો - થોરાળા પોલીસે નકલી ડોક્ટરની ધરપકડ કરી
રાજકોટમાં છેલ્લા 36 વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરને ઝડપી લઇને ક્લિનિકમાંથી મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વિનોદ મુળજીભાઈ ભીમાણી નામનો શખ્સ છેલ્લાં 36 વર્ષથી કોઈપણ જાતની ડીગ્રી ન હોવા છતાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતો હતો.
જેમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલો નકલી ડોક્ટર માત્ર ધોરણ 12 સુધીનો જ અભ્યાસ કર્યો છે. હાલ થોરાળા પોલીસે નકલી ડોક્ટરની ધરપકડ કરી, ક્લિનિકમાંથી હોસ્પિટલમાં ઉપયોગી સાધનો, તેમજ એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ શખ્સ વિરુદ્ધ મેડીકલ પ્રેક્ટિસનર એક્ટ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.