રાજકોટમાં બે દિવસ પૂર્વે મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી હતી. જ્યાં 24 કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેમાં શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમા ઘુૂંટણ સુધીના પાણી ભરાયા હતા. જ્યારે શહેરના અનેક રાજમાર્ગો પાણી-પાણી થયા હતા. જેને કારણે રસ્તા પર કેટલીક જગ્યાએ મોટા મોટા ભૂવાઓ જોવા મળી રહ્યા છે. જેને લઈને કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.
રાજકોટમાં ઠેરઠેર ભુવા, અકસ્માત સર્જાય તેવી સંભાવના - rajkot
રાજકોટઃ શહેરમાં આવેલા તમામ મુખ્ય માર્ગો સહિત નાના રોડ પર ક્યાંક ખાડા તો ક્યાંક મોટા ભુવા પડ્યાં છે. આ ભુવા અને ખાડાના કારણે અકસ્માતો સર્જાય તેવી દહેશત છે. અકસ્માત થાય તો તે માટે જવાબદાર કોણ? તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
રાજકોટ
મનપા દ્વારા કરોડોના ખર્ચે દર વર્ષે પ્રિમોન્સૂનની કામગીરી કરાય છે, પરંતુ માત્ર પ્રિમોન્સૂનની કામગીરી કાગળ પર જ સિમિત રહેતી હોય તેમ જણાઈ રહ્યું છે. રાજકોટમાં રાહદારીઓ હાલ 'ભ્રષ્ટાચારના ભુવા'નો સામનો કરી રહ્યા છે. આ ભુવાના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે.