ગુજરાત

gujarat

ETV Bharat / state

Snake Temple: લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે આ સાપ મંદિર, જાણો ઇતિહાસ - Snake Temple

રાજકોટમાં ખેતલાઆપાનું મંદિર આવેલું છે. જુના માર્કેટિંગ યાર્ડથી ગ્રીન લેન્ડ ચોકડી જવાના રસ્તા પર આ મંદિર આવેલું છે. મંદિરમાં 100 કરતાં વધુ અલગ અલગ સાપ આવેલા છે. પંરતુ ખાસ વાત એ છે કે આ સાપ કોઈને હાનિ પહોંચાડતા નથી. એટલા બધા એક સાથે સાપ કદાચ સગ્રાહલયમાં પણ નહીં હોય. સાપો માટે અલગ અલગ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે આ સાપ મંદિર, જાણો ઇતિહાસ
લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે આ સાપ મંદિર, જાણો ઇતિહાસ

By

Published : Aug 2, 2023, 2:30 PM IST

લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે આ સાપ મંદિર, જાણો ઇતિહાસ

રાજકોટઃ રાજકોટના આ અનોખા નાગ મંદિરની, જ્યાં 100 કરતાં વધુ અલગ અલગ પ્રકારના સાપો વસવાટ કરે છે. જ્યારે આ મંદિર ખુદ ખેતલાઆપા એટલે કે નાગબાપાનું મંદિર છે. જેને લઇને અહીંયા 100 કરતાં અલગ અલગ પ્રકારના સાપો વર્ષોથી વસવાટ કરી રહ્યા છે. તેમજ અહીંયા દર્શન માટે આવતા લોકોને પણ આ સાપો કાઈ પણ પ્રકારની હાની પહોંચાડતા નથી. જ્યારે મંદિરમાં સાપો માટે એક આખી અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેના કારણે તેઓ ખૂબ જ સહેલાઈથી મંદિરની આસપાસના વિસ્તારમાં ફરી શકે છે.

રાજકોટમાં આવેલું છે અનોખું નાગ મંદિર, જ્યાં વસે છે 100 કરતા વધુ સાપ

"અમારા કુળના દેવતા ખેતલાઆપા એટલે કે નાગદાદા છે. જેના કારણે અમે વર્ષીથી તેમની પૂજા કરીએ છીએ. જ્યારે 35 વર્ષ સુધી એક ભાડાની ઓરડીમાં હું અને આ ખેતલા આપા રહ્યા હતા. ત્યાર બાદ મેં અહીંયા રાજકોટ RTO નજીક 200 વારનો પ્લોટ ખરીદ્યો હતો. અહીંયા ખેતલાઆપાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 2006થી અહીંયા મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને કેટલા બાપાના દર્શન કરે છે. જ્યારે અહીંયા ખેતલા આપા સહિત 100થી જેટલા અલગ અલગ સાપો પણ વસવાટ કરે છે. અમે જ્યારે આ મંદિરનું નિર્માણ કર્યું તે પહેલા અહીંયા નીચે રાફડો હતો જ્યાં સાપ રહેતા હતાં. ત્યારે અમે આ રાફડા ઉપર જ મંદિરનું નિર્માણ કર્યું છે. જેને કારણે અહીંયા મોટી સંખ્યામાં અલગ અલગ પ્રજાતિના સાપો રહે છે. તેમજ તે કોઈને પણ નુકસાની પહોંચાડતા નથી"--મનુભાઈ દુધરેજીયા, (પૂજારી, ખેતલાઆપા મંદિર)

રાજકોટમાં આવેલું છે અનોખું નાગ મંદિર, જ્યાં વસે છે 100 કરતા વધુ સાપ

નાગ પાંચમે ભવ્ય કાર્યક્રમ: મંદિરના પૂજારી મનુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, " અહીંયા અલગ અલગ શ્રદ્ધાળુઓ પોતપોતાની માનતા અનુસાર આવતા હોય છે. જે ધાર્યું હોય તે પ્રસાદી ખેતલાઆપાને ચડાવતા હોય છે. જ્યારે કોઈ ચોક્કસ વસ્તુ ચઢાવવામાં આવતી નથી. જે શ્રદ્ધાળુની જેવી યથાશક્તિ હોય તે પ્રમાણે તેઓ અહીંયા દૂધ, સાંકળ, શ્રીફળ, ચોકલેટ સહિતનો પ્રસાદ ધરાવે છે. જ્યારે હિન્દુ ધર્મમાં પણ નાગદાદાનું ખૂબ જ મહત્વ રહેલું છે. જેને લઇને મોટી સંખ્યામાં લોકો અહીંયા ખેતલાઆપાના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે રાજકોટના આ અનોખા મંદિરની વિશેષતાએ છે કે અહીંયા 100 કરતા વધુ પ્રમાણમાં આ મંદિરમાં અલગ અલગ પ્રજાતિના સાપો વસવાટ કરે છે. અહીંયા દર્શન કરવા આવતા લોકોને પણ આ સાપ કાંઈ હાની પહોંચાડતા નથી. ત્યારે આ મંદિરમાં પૂજારી મનુભાઈ પણ આ સાપોની વચ્ચે જ રહે છે.

લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે આ સાપ મંદિર, જાણો ઇતિહાસ

લોકોની અનોખી શ્રધ્ધા: રાજકોટના ખેતલાઆપા મંદિરમાં 100 કરતાં વધુ સાપો વસવાટ કરે છે. ત્યારે અહીંયા ભાવિક ભક્તો પણ આવે છે. એવામાં અહીંયા આવતા ભક્તોને પણ આ સાપ દ્વારા કંઈ પણ કરવામાં આવતું નથી. જ્યારે આ સાપ મંદિરમાં ખુલ્લામાં ફરતા હોય છે. જે પણ ભક્તો અહીંયા આવતા હોય છે. તેમને દર્શન પણ આપતા હોય છે. એવામાં આ મંદિરના પૂજારી એવા મનુભાઈ પણ અહીંયા સાપ વચ્ચે જ વસવાટ કરે છે. ત્યારે મનુ બાપાએ વધુમાં જણાવ્યું હતું કે, " અમારા કુળદેવતા જ ખેતલાઆપા છે. જેના કારણે જ અમે તેમની પૂજા કરીએ છીએ, ત્યારે ખુદ કુળદેવતા જ આ ખેતલા આપા હોય તેવામાં તેઓ અમારી રક્ષા કરતા હોય છે. જેના માટે તેઓ અહીંયા અમારી સાથે વસવાટ કરે છે. તેમજ હજુ સુધી આ અલગ અલગ સાપોએ કોઇપણ દર્શનાર્થીઓ અથવા તો અમારા ઘરના કોઈપણ સભ્યોને નુકસાન પહોંચાડ્યું નથી.

  1. Rajkot Airport : ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું PM મોદી કરશે લોકાર્પણ, સૌરાષ્ટ્રના વિકાસને મળશે ગતિ
  2. Rajkot Airport: વડાપ્રધાન મોદી 27 જુલાઈએ રાજકોટ હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરે તેવી શક્યતા

ABOUT THE AUTHOR

...view details