ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના જૂના પીપળીયા ગામે બંધ મકાનમાંથી ચોરી, 70 હજારની રોકડની ચોરી - aatkot news

રાજકોટ જિલ્લાના આટકોટમાં જૂના પીપળીયા ગામે તસ્કરોએ બંધ મકાનને બનાવ્યુ નિશાન. પરિવાર ઘરે ન હતો ત્યારે તસ્કરોએ મકાનના તાળા તોડી ઘરમાં ઘુસી રોકડ રકમની ચોરી કરી છે. 70 હજારની રોકડ રકમ ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટના જૂના પીપળીયા ગામે બંધ મકાનમાંથી ચોરી,
રાજકોટના જૂના પીપળીયા ગામે બંધ મકાનમાંથી ચોરી,

By

Published : Dec 17, 2020, 5:42 PM IST

  • જૂના પીપળીયા ગામે તસ્કરોએ બંધ મકાનને બનાવ્યુ નિશાન
  • પરિવાર બહાર ગામ ગયો હોવાથી તસ્કરોએ કરી ચોરી
  • અજાણ્યા ઇસમો સામે આટકોટ પોલીસમાં ફરિયાદ

રાજકોટઃ જિલ્લાના આટકોટમાં જૂના પીપળીયા ગામે તસ્કરોએ બંધ મકાનને બનાવ્યુ નિશાન. પરિવાર ઘરે ન હતો ત્યારે તસ્કરોએ મકાનના તાળા તોડી ઘરમાં ઘુસી રોકજ રકમની ચોરી કરી છે. 70 હજારની રોકડ રકમ ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટના જૂના પીપળીયા ગામે બંધ મકાનમાંથી ચોરી,

30 હજાર પરચુરણ સહિત 70 હજારની ચોરી

આટકોટના જુના પીપળીયા ગામે રહેતા અને કર્મકાંડનો વ્યવસાય કરતા રાજેશ પંડ્યાના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યુ નિશાન. તસ્કરોએ બંધ મકાનનું તાળુ તોડી ઘરની અંદર પ્રવેશી કબાટનો લોક ચાવીથી ખોલી સિક્કાનું પરચૂરણ 30 હજાર, 40 હજારની જુદા જુદા દરની ચલણી નોટો સહિત કુલ 70 હજારની રોકડ ચોરી કરી ગયા હતા.

રાજકોટના જૂના પીપળીયા ગામે બંધ મકાનમાંથી ચોરી,

અજાણ્યા ઈસમો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

ફરિયાદી રાજેશ પંડ્યા કર્મકાંડ માટે રાજકોટ ગયા હતા. તેમજ તેના પરિવારજનો બહારગામ ગયા હોવાથી બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ઘર સાફ કરી ગયા હતાં. આ અંગે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ થતાં આટકોટના PSI કે.પી. મેતાએ તસ્કરોનું પગેરૂ દબાવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રાજકોટના જૂના પીપળીયા ગામે બંધ મકાનમાંથી ચોરી,

ABOUT THE AUTHOR

...view details